સરહદ દેરી – ધડમ ડુંગર સામે અજાણ્યા વાહન હેઠળ ગાયનું ઘટના સ્થળે મોત બાદ પગે ફેક્ચર ગૌ વંશની ટ્રીટમેન્ટ કરતા સેવાભાવી મિત્રો..
નાના અંગિયા પાટિયા પાસે આવેલ સરહદ દેરી નજદીક અઠવાડિયા અગાઉ નમક પરિવહન કરતા ઓવરર્લોડ ગાડીઓ થી ઘમઘમતો હાઈ વે પર ગાયનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું અને બીજા ગૌ વંશને ફેક્ચર સહિતની ઈજાઓ થઈ. મોટી સંખ્યામાં દેખાતા નિરાધાર ગૌ વંશ , લગભગ ગૌ વંશ ને લગતી એક્સિડન્ટ બનાવની ઘટના અવારનવાર બનતી હોય છે.
સરહદ ડેરીના ડોકટર ભરતભાઈ દેસાઈ એ પ્રાથમિક સારવાર કરી હતી અને તેની સાથે ગીતેશભાઈ ઠક્કર, મણીલાલ મુખી , ઉદયસિંહ જાડેજા , હિતેશ મેઘાણી , સતીશ વાઘાણી , અમૃત પારસિયા , જેન્તીલાલ પારસીયા વગેરે બીજા ૧૦ એક સેવાભાવી મિત્રો જોડાયા હતા અને અહિંસાધામ – પ્રાગપર વધુ ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવ્યો..
‘ જય હો ‘
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…