#પોઝીટીવપંચ 18.. 70 વર્ષે પહેલા પરસેવે રેબઝેબ પટેલની શુ હતી પરિસ્થિતિ..? USA વિદેશ વસવાટ કરતા રમેશભાઇ પટેલએ કરેલ વર્ણન…
(નોંધ: હું વ્યક્તિગત રીતે કોઈ જાત કે પાત માં માનતો નથી પણ પટેલીયા કેમ આગળ આવ્યા એના માટે નો સરસ લેખ છે.)
આજથી ૭૦ વરસ પહેલાની પટેલના ઘરની આર્થિક સ્થિતિ,સામાજિક રિવાજો, જીવન શૈલી સંબંધોની સમરસતા અને વહેવારો જોવા જઈએ તો આજના યુવાનોને આ બધુ એક કાલ્પનિક વાર્તા જેવું લાગશે.
આખો દિવસ ખેતરમાં કામ કરતાં કરતાં સૂર્યદેવ ક્યારે ઉગ્યા અને આથમી ગયા એનીયે ખબર ખેડૂત પટેલને ના પડતી. આખોય પરિવાર ખેતી કામમાં ગળાડૂબ રહે. નાના છોકરા પણ નાનુ મોટું કામ કરી લે.બૈરા લોકોને ત્રણ ઘણું કામ હોય ઘરનાં તમામ કામ , રસોઈ અને માલ ઢોરને સાચવવાનું.લીલો અને સૂકો દુષ્કાળ એના જીવનનો ભાગ બની ગયો હતો. દુષકાળમાં બોરડીના કૂટા કરી કરીને પોતાના ઢોરને સાચવવા માટે પરસેવો પાડતા પટેલની પરસેવાની કમાણીથી આજની પેઢી ઉજળી છે.જયારે લીલો દુષ્કાળ પડે અને પુરના પાણીએ કાળો કેર વરતાવ્યો હોય ચારે બાજુ પાણી સિવાય કંઈ જ ના દેખાતુ હોય ત્યારે હિંમત અને હામ રાખી ખરા વરસાદમાં શણના કોથળાનો કૂશલો બનાવી ખેતરના ઊંચાળા ભાગે શેઢા ઉપરનું ઘાસ કાપવા જતા પટેલોની હિંમતને દાદ આપવી પડે.
શરીરના ખુલ્લા ભીના ભાગે કરડતા મચ્છર અને કુત્તાની (મચ્છરથી મોટી જીવાત)
કલ્પના આજના શહેરમાં રહેતા પટેલના યુવાનો ના કરી શકે.ખરા ધોમ ધખતા ઉનાળામાં તેના નસીબમાં આરામ નહોતો લખાયો ખેતરમાં વાડ કાંટો કરવાનું કામ ,શેઢા સાફ કરવાનું કામ, ખતરનાં નકામા ઉગી નીકળેલ બોરડી ખીજડાને મૂળમાંથી કાઢવાનું કામ,ખેતરમાં ગાડાથી છાણીયું ખાતર ભરવાનું,એને દંતાળીથી આખા ખેતરમાં ફેલાવી દેવાનું , ખેતીના ઓજારને સુથાર પાસે સમાર કરાવવાનું કામ,ખેતરોને વરસાદ પહેલા ખેડી દેવાનું કામ આ બધુ કરતાં કરતાં ઉનાળો કયાંય જતો રહે અને ચોમાસુ બેસી જાય એની ખબર એને નહોતી રહેતી. આજે સવારના દશ વાગ્યાથી એ.સી. માં ભરાઈ જનાર અને એ.સી. કાર માં ફરનાર યુવાનોએ યાદ રાખવાનું છે કે આ તેમના પરસેવાની કમાણીનું ફળ છે.
વરસાદ પડયા પછી સારી વરાપ થાય એટલે ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ખેતરને ખેડીને વાવણી થાય આ કાર્યમાં રાત અને દિવસ જોયા સિવાય પરસેવો પાડીને કામ કરે. આ સમયે આવતો એક આનંદનો પ્રસંગ કહેવાનું મન થાય છે.
ગામના બે ચાર આગેવાન પટેલો ભાત ઉપાડવાનો દિવસ નક્કી કરે. આ દિવસે સવારે બધા પટેલો સાંતી લઈને ખેતરે જાય. ધેર લપસી,ખીચડી, શાક વગેરે બનાવવાનાં આવે આખા ધરનું ભાતું એક મોટી સૂંડલીમાં ભરવામાં આવે અને ગામની બધી સ્ત્રીઓ વાસના નાકે નાકે ભેગી થાય. માથે ભાતુ ભરેલી સૂંડલી ભરત ભરેલા રૂમાલથી ઢાંકેલી હોય. પ્રસંગને અનુરૂપ ગીતો ગાતી ગાતી સ્ત્રીઓ ગામના મુખ્ય મારગે થઈને નીકળે સાથે નાના મોટા બાળકો હોય. છોકરીઓના માથે પાણીની નાની માટલી હોય. જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ નાકાની બીજી સ્ત્રીઓ જોડાતી જાય અને ગાતી જાય. બધા એકી સાથે ગાય. ગામના પાદરે બધા ઉભા રહે અને એકાદ બે ગીતો ગાય અને બધા થોડા થોડા સમૂહોમા વહેચાઈ જાય અને ગાતા ગાતાં પોતાના ખેતરે જાય.
ખેતરે ખેતરે પરિવાર સમૂહ ભોજન કરે એક પ્રકારનું વનભોજન કહેવાય મજા આવી જાય.પણ આ બધામાં પરસેવો પાડીને કમાવવાની વાત કેન્દ્રમાં રહેતી
મારા જનમ પહેલાની વાત છે ૧૨૫ વરસના વહાણા વહી ગયા . હાજા ગગડાવી નાંખે અને માણસ માણસને ખાય તેવા દુષ્કાળને પણ પાટીદાર સમાજે પરસેવો પાડીને પેટે પાટા બાંધીને જગતને જીવાડવાનો સંઘર્ષ કર્યો છે એક જ ગુજરાતનો પાટીદાર સમાજ એવો છે કે કડવા વેણ બોલીને સાચું કહી દે છે. પરસેવાની કમાણી જ તેને મીઠી લાગે છે
તે વખતે નહોતા બોરવેલ,નહોતા મશીન કે નહોતી સિંચાઈની નહેરો મોટો આધાર વરસાદનો હતો. હા ઘણા ખેડૂતો મહેનત કરીને બાવળાના બળથી કાચો કૂવો ગાળીને જાતે વનસ્પતિની સાંઠીઓમાંથી વીંટલાઓ ગૂંથીને પાણી મેળવતા. આ બધું કરવા છતાં પણ ખારું પાણી મળે તો મહીનાની મહેનત એળે જાતી. પરસેવાથી રેબઝેબ પટેલ પરીવારની કઠણાઈનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે.
આમ છતાં મરચું રોટલો અને છાસ ખાનાર ખુમાર પટેલે કોઈ દિવસ ભીખ નથી માંગી. વાણિયા ના પાસેથી લાવેલ સામગ્રીના પૈસાના વ્યાજનું વ્યાજ પટેલ જ ચૂકવી શકે. અજ્ઞાતતા એટલી બધી કે કાળા અક્ષર ભેંસ બરાબર .
શેઠ તમે લખ્યું તે બરાબર કહેનાર ૯૦% પટેલો દેવાના દરીયામાં ડૂબેલા હતા.તોલમાં ઓછું આપવું અને વધારે લેવાનો અન્યાય પટેલો એ સહન કર્યો છે. તે વખતે ૧૬ પંચા પચાણુ અને પાંચ છૂટના લાવો પટેલ ૧૦૦ પુરા કહીને પટેલને છેતરવામાં આવતો. તો બેસતા વરસના દિવસે શુકન ના નામે પટેલના ઘેર કરીયાણું મકીને શેઠ જે ભાવ ભરવો હોય તે ભરતા.
આમ છતાં સતત મહેનત પરસેવાની કમાણી અને હાડમારી માંથી નવું નવું શીખીને આ સમાજ ધીરે ધીરે પોતાના બાળકોને સરા સંસ્કાર આપી ભણાવવા લાગ્યો એ એની સાચી દિશા હતી.પાણી ખેંચવાના કોસના વરત ઉપર બેસીને પીહા પડી ગયેલ પાટીદાર સમાજને એટલી ખબર પડી ગઈ હતી કે બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવી પડશે.પણ બધાની આ તેવડ નહોવાથી સાતમા કે ગામમાં જેટલા ધોરણ ચાલતા તેટલા થી સંતોષ માનીને તેમને ખેતી કામમાં પરોવી દેતા.
પટેલની પરિશ્રમની પારકાષ્ટાની પારાયણ નો પાર નથી આવે તેમ. ગાયકવાડ સરકારમાં મહેસૂલ ઉધરાવાનું કામ કરવા માટે ગામના સુખી અને મોભાદાર પટેલને મુખીની પદવી આપવામાં આવતી. ગાયકવાડે આ કામ પટેલને જ સોંપેલું. રાજવીઓને કેટલો બધો વિશ્વાસ આ સમાજ ઉપર હતો! કેટલીક વખત કોઈ બીજી કોમ કે જ્ઞાતિમાં આ પદ આપવું પડયું હોય તો તેને પટેલ કહેવાતા!
આમ આ સમાજે ઘણું બધુ આપીને બધાને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કર્યો છે.કદી માંગ્યું નથી. એટલે કહેવાય છેકે કણબી પાછળ કરોડ !
પોતાના બાવળા બળે પરસેવાની કમાણી કરીને અન્યાય સહન કરીને સમાજે છેલ્લા પચાસ વરસમાં સૌને અચંબામાં નાંખી દે તેવી મા ઉમાના આશિષથી હરણફાળ ભરીછે.રોકેટ ગતિથી આગળ વધતા આ સમાજે કેટલીક બાબતોને સાવધાની પૂર્વક લેવાની જરૂર છે. આપણા પાયાના મૂલ્યોને જાળવવાની જરૂર છે.
– પરસેવાની કમાણી કરવી
– હરામનું ન લેવું
– બાળકોને શિક્ષણ આપવું
– કુરુવાજોને તિલાંજલિ આપવી
– બાળકોને નાનપણ થી જ પાટીદારનું ગૌરવ સમજાવવું
– પોતાની દીકરીને પાટીદારના ધેર આપવી
– પૈસાની સાથે સાથે સંસ્કારોનું જતન કરવું
– શરાબ અને શબાબ થી દૂર રહેવું
– શાકાહારીની ઓળખ ટકાવી રાખવી
– જમીનને બાપદાદા એ સાચવી તેમ આપણે પણ સાચવીએ સત્ય બાબતને અહીં કહેવાનો
પ્રમાણિક પ્રયત્ન કરેલો છે.
પટેલ સમાજને અનુલક્ષીને લખેલ આ લેખમાં કોઈ અન્ય જ્ઞાતિનું અપમાન કરવાનો ઈરાદો લેશમાત્ર નથી…
“જય હો”
ઇન્ફોર્મેશન…
વોટ્સએપ ગ્રુપ…
ઇન્ફોર્મેશન…
વોટ્સએપ ગ્રુપ…
37.09024-95.712891