🔷 પૈસેટકે પાટીદાર પરિવાર…

આજે ભારતભરમાં વસતા બધાએ પાટીદારો પૈસાતકે સધ્ધરત તો નથી જ..!! હા, મા ઉમિયાજી ની કૃપાથી પાટીદાર પરિવારો ખાધેપીધે સુખી છે, પરંતુ બધાની પાસે પ્રોપર્ટી કે પૈસા નથી.. આજ મોંઘવારી અને લગ્ન પ્રસંગે મીડીયમ વર્ગનો પાટીદાર પરિવાર ગમેતેમ પોહચી વળે છે..!! પણ તબિયત પરિવારમાં જ્યારે કોઈ સભ્યની લથડે છે અથવા તો જ્યારે મિત્રો આકસ્મિક અને અણધારી ગંભીર બીમારીઓ જ્યારે ઘર કરવા માંડે ત્યારે…?? એક્સિડન્ટ થાય ત્યારે..? અને તેમાંય ખીચાખાલી હોય ત્યારે આ મેડિકલના ખર્ચા માનસિકરીતે માણસને હરોરાવી (થકવી) નાખે..

પણ આજે એક વાત કરતા ગજબની ખુશી થાય..*વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે..!* આ પંક્તિને સાચા અર્થમાં *kutch news admin મિત્રો..* અને ગ્રુપમાં એડ total 22,500 હજાર પાંચશો થી વધારે મિત્રોએ સાર્થક કરી બતાવી છે.. જેઓ એ ભારતભરમાં વસતા પાટીદાર પરિવારોમાં , કોઈક ને અણધારી emergancy મદદની જરૂરિયાત ઉભી થાય અને માત્ર *સીધી મદદનો* એક મશેજ *kutch news..ના* 35 ગ્રુપમાં સેન્ડ થાય અને દરેક પાટીદારો *પારખી પીડા ને પોતાની સમજીને* આ દુઃખ પર યથા શક્તિ યોગદાનરૂપી મદદનો મલમ ચોપડવામાં ક્યારે પણ પાછીપાની કરી નથી અને ધાર્યા કરતાં સવાયા પૈસા એકત્રિત કરીને મદદગારને માનસિક રીતે આજે ટેન્શન મુક્ત બનાવવા સફળ રહ્યા છે..

🔷 શરૂઆત સુવિચાર થી અને શુભરાત્રી સંગીતમય રીતે..

આજે કેટલાય ટેલેન્ટેડ લોકોની વિડિઓ ઝલક કચ્છ ન્યૂઝના માધ્યમથી જોવા મળે છે..! મોટિવેશનલ સ્પીકર *નર્મદાબેન સેંઘાણી* તો તેવુ કહે છે કે તમારી પાસે કાઈ જાણવાં જેવું ન હોય તો whatsaapમાં કચ્છ ન્યુઝ ગ્રુપ ખોલો તો ખજાનો જોવા મળશે… મિત્રો અવનવા મોટિવેટ કરતા વિડિઓ , પોઝિટિવ સમાચાર , આપણા પાટીદાર ગામડાની સામાજીક , રાજકીય , રમત – ગમતની એક્ટિવિટી ભરપૂર માહિતી જાણવા મળે છે..

સવારે દિનેશભાઇ DVDના સુવિચારો શરૂઆત થાય અને રાત્રે દિવસભરની થકાન દૂર કરતા આપણા જ ભાઈઓ અને બહેનો દ્વારા singig થયેલ સોન્ગ તમને મનફ્રેશ કરે.. વાર તહેવારે ગામેગામના પ્રોગ્રામના વિડિઓ , એવું તો ઘણુંબધું આ kutch news ગ્રુપમાં જોવા મળી રહ્યું છે.

ભારતભરમાં વસતા પાટીદાર પરિવારોમા દિવંગત થતા સભ્યોની ફાસ્ટ *અવસાન નોંધ , સીધી વાત , સીધી મદદ ,* અન્ય એક્ટિવિટી kutch ન્યૂઝનો લોકપ્રિયતામાં વધારો કર્યો છે..

🔷 10 એડમીન અને દરેક મેસેજનો તથ્ય , સચ્ચાઈ પારખવી , ખરાઈ કરવી…

મિત્રો આપણે 5 એક ગ્રુપ હેન્ડલ કરીએ એમાંય આપણો ફોન હેંગ થાય..!! જ્યારે ભારતભરમાં પાટીદારો ને જોડીને 35 ગ્રુપના અલગ – અલગ આવતા મેસેજ ને દરેક ગ્રુપમાં પોતાના ઘંઘાકીય સમય માંથી ફોરવર્ડ કરવા અને એમાંય વોટ્સએપ ને રૂલ્સ છે, માત્ર 5 ગ્રુપમાં એક સાથે ફોરવોર્ડ થાય.. મિત્રો આપણા સુધી આ બધી માહિતી પોહચાડતાવામાં આ લોકો ને શિયાળે પણ પગર નીકળી જાય છે. ખરેખર દરેક એડમીન ઘન્યતા ને પાત્ર છે.. તેમાંય દિનેશભાઈ , વિનોદભાઈ ઇલેક્ટ્રોનિક કામ વચ્ચે કેટલાય એ કોલ આવે અને મેસેજની ખરાઈ કરવામાં તો આ લોકોના કલાકો નીકળે.. વડીલમાં હસરાજભાઈ અને ગંગારામભાઈ પણ સમયદાન આપવામાં પાછળ રહે તેમ નથી.. સૌ મિત્રોનો જબરદસ્ત સમયદાનનો સહયોગ છે.

🔷 *લોકપ્રિયતા…*

ભારતભર રહેતા પાટીદારો માંથી દરરોજ 40 થી 50 નવા મેમ્બરો ના જોડાણ માટે એડમીન ને રિકવેસ્ટ આવે છે. આ ઉપરથી અંદાઝ લગાવિ શકીએ કે કચ્છ ન્યુઝ પર ટ્રસ્ટ , અને તેની ગુડવીલ પર દિવસે ને દિવસે વધારો જોતા ફોલોઅર્સમાં જેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે..

*કચ્છ ન્યુઝ ગ્રુપના મુખ્ય એડમીનની યાદી..*

🔷 *દિનેશભાઈ ડાયાણી (DVD)*
પટેલ ઇલેક્ટ્રોનિક – નખત્રાણા

🔷 *વિનોદભાઈ વાસાણી.. (VNV)*
શ્રી રામ ઇલેક્ટ્રોનિક ,સુપર માર્કેટ – નખત્રાણા

🔷 *ગંગારામભાઈ રૂડાણી..*
રાધિકા ટ્રાન્સપોર્ટ – દેવપર (યક્ષ)

🔷 *ભરતભાઈ રૈયાણી*
આગમન ફ્રુડ રેસ્ટોરન્ટ, નખત્રાણા

🔷 *દિનેશભાઈ વાસાણી*
વાસાણી ફ્રાર્મ, નખત્રાણા

🔷 *જીતેન્દ્રભાઈ નાયાણી*
અમર ઈલેક્ટ્રોનિકસ, નખત્રાણા

🔷 *ચંદુભાઈ વાસાણી*
ઉમા હાર્ડવેર, નાશિક

🔷 *હંસરાજભાઈ દિવાણી*
(નિવૃત્ત પણ સક્રિય)
વિસાખાપટૃનમ

*”કચ્છ ન્યૂઝ”*
ગ્રુપ ના સહયોગી એડમીન

૧) *જીતેન્દ્રભાઈ વિરેન્દ્રભાઈ ડાયાણી*
નખત્રાણા નવાવાસ

૨) *દિનેશભાઈ અરજણભાઈ વાસાણી*
નખત્રાણા નવાવાસ

૩) *સુનીલભાઈ કાન્તીભાઈ વાડીયા*
કોટડા (જ) હૈદ્રાબાદ

૪) *જીતેન્દ્રભાઈ નાયાણી*
કોટડા (જ) નખત્રાણા

૫) *ચંદુભાઈ વાસાણી*
નાશિક (મહારાષ્ટ્ર)

‘જય હો’

✍️ *મનોજ વાઘાણી (મૂછાળા)*
નાના અંગીયા – 9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *