#પોઝીટીવપંચ 165… 30 અને 31 મી ઓક્ટોબરની રાત્રે વિથોણના આંગણે કબડ્ડી – કબડ્ડીના આવાજ સાથે ગુંજી ઉઠશે ગામ વિથોણનું કડવા પાટીદાર સમાજવાડી ભવન…!
🔷 *કોરોના કાળ બાદ…*
લાસ્ટ બે – ત્રણ વર્ષ અગાઉ નખત્રાણાનું સરદાર ગ્રુપ દ્વારા કબડ્ડી નું સુપર આયોજન થઈ રહ્યું હતું.. નેશનલ ટીમો જે મેદાન પર મેટ સાથે રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવતી સાથે કોમેન્ટ્રી પણ.. તેવું આયોજન યુવાસંઘ કચ્છ રિજીયન વિથોણ નવયુવક મંડળના સાથ થી 30 અને 31 ઓક્ટોબરના કરવા જઈ રહ્યું છે..
કોરોનાકાળ ને કારણે મોસ્ટઓફ રમતો થી ખેલાડીઓ વંચિત રહ્યા હતા.. તેમજ સરકાર શ્રી ના કોરોના ને લગતા નિયમો ને કારણે આયોજનો મોકુફ રાખવા પડતા હતા , જેના કારણે છેલ્લા 2 વર્ષથી રમતોના આયોજન કરવા શક્ય ન હતા.. યુવાસંઘ કચ્છ રિજીયન છેલ્લા 12 મહિનાથી કબડ્ડીના આયોજન માટે થનગની રહ્યું હતું.. જેનો આવતીકાલે 30 ઓક્ટોબરના આતુરતાનો અંત આવશે..
🔷 *મેટ વાળું ગ્રાઉન્ડ…*
હાલ આ આર્ટિકલ લખાય છે ત્યારે વિથોણ ખાતે કબડ્ડીના આયોજનની તડામાર તૈયારીઓ થઈ રહી છે.. સ્થાનિક યુવક મંડળ અને યુવાસંઘ કચ્છ રિજીયનની સ્પોર્ટ્સ ટીમ ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરાવી રહી છે.. ગ્રાઉન્ડ ને લેવલ કરવા બુલડોઝર સહિત ની વ્યવસ્થા કરવામાં આવી છે..
ખેલાડીઓ સારી રીતે પર્ફોર્મન્સ કરી શકે અને કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે હેતુ ઉમા વિધાલય – નખત્રાણા ના સહકાર થી મેટની વ્યવસ્થા કરવામાં આવી છે.. એક દમ ઇન્ટરનેશનલ ટાઈપ ગ્રાઉન્ડ નો લુક આવશે..
🔷 *દિવાળી રજાઓની વ્યસ્તતા વચ્ચે આયોજન ને સફળ બનાવવા સજ્જ કાર્ય કર્તા…*
તારીખ 30 અને 31 ઓક્ટોબર યુવાસંઘ કચ્છ રિજીયન જ્યારે વિથોણની પાવનધરા પર કબડ્ડી નું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિક યુવક મંડળના યુવાનો આ આયોજન ને સફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આયોજન માં કોઈ કચાશ ન રહી જાય તેની આગોતરી તૈયારીઓના ભાગરૂપે દિવાળીની રજાઓ વચ્ચે પણ આ આયોજનમાં તન , મન , ઘન થી સાથ સહકાર આપી રહ્યા છે.તેની આપ આછેરી ઝલક નિહાળી શકો છો.. સાથે યુવાસંઘ કચ્છ રિજીયન ના સ્પોર્ટ્સ કન્વીનર જીગર ભગત , યુવાસંઘ સેન્ટ્રલ સ્પોર્ટ્સ pdo વિપુલ ઘનાણી , વિવેક કેશરાણી , ચંદ્રેશ રૂદાણી , કિશન ભગત સહિત ના કાર્યકર્તા યુવાનો નો ઉત્સાહ બમણો કરી રહ્યા છે. સાથે આયોજન ને સફળ બનાવવા થનગનટા તમામ યુવાનો નો યુવાસંઘ કચ્છ રિજીયન આભાર વ્યક્ત કરે છે. સાથે આવતીકાલે મોટી સંખ્યામાં આ કબડ્ડી આયોજન ને નિહાળવા આપ પધારશો…
‘ જય હો’
ફોટો સેન્ડર..
જીગર ભગત..
✍️ *મનોજ વાઘાણી (મૂછાળા)*
પ્રવક્તા , યુવાસંઘ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…