Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 155.. કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે…….

એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું…

આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ વધતા હતા . એક હાથમાં લાકડી , બીજા હાથમાં ઝોળી , આંખે ચશ્મા , પગમાં જૂનાં ચંપલ છતાં ચાલમાં ખુમારી હતી.

એ કાર્યાલય તરફ આગળ વધ્યા એટલે ત્યાંની ઓફિસના કર્મચારીએ દાદાને રોક્યા…….

”દાદા લાઈનમાં ઊભા રહો, અથવા અહીં બેસો તમારો વારો આવે એટલે બોલાવશું….”

દાદા બાંકડા ઉપર બેસી લાઈનમાં ઉભેલા વ્યક્તિઓનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં….!!

લોકો મોઢા ઉપર પોતાની ઓળખ છુપાવવા માટે રૂમાલ કે ઓઢણી ઢાંકી ટિફિન પકડી લાઈનમાં ઊભા હતા.

કોઈ મોબાઈલથી વીડિયો ઉતારતા હતા તો કોઈ ફોટા પાડી રહ્યા હતા….

આવા સંકટ સમયે સંજોગોના શિકાર બનેલ વ્યક્તિઓનાપણ ફોટા અને વીડિયો ઉતારી અમુક લોકો નીચ હરકતો કરી વિકૃત આનંદ મેળવી રહ્યા હતા….!

અચાનક કોઈએ બુમ પાડી. દાદા આવી જાવ તમારૂ ટિફિન લઇને.
દાદા નજીક ગયા, ઓફિસમાંથી અવાજ આવ્યો દાદા વાસણ ઘરેથી લાવવાનું.

દાદા બોલ્યા , ‘બેટા હું એ માટે નથી આવ્યો મારે અગત્યની વાત કરવી છે.’

‘..પણ અત્યારે દાદા, અમારી પાસે સમય નથી…’ઓફિસમાંથી અવાજ આવ્યો.

અરે બેટા, ડોનેશન માટે વાત કરવી છે. ઓફિસના કર્મચારી દાદાને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા પછી બોલ્યા સારું આવો.

દાદા ઓફિસમાં ગયા, બોલ્યા ડોનેશન લ્યો છો ❓❓

હા દાદા , અત્યારે તો ખૂબ જરૂર છે. બોલો , કેટલા રૂપિયાની રિસિપ્ટ ફાડું.

દાદાએ ઝોળીમાં હાથ નાખી ચેકબુક કાઢી ચેક લખ્યો.

ચેક હાથમાં પકડતાં જ સંસ્થાનો કર્મચારી ઊભો થઇ ગયો . બે વખત મીંડાઓ ગણવા લાગ્યો. દાદા સામે જોઈ બોલ્યો ,
“દાદા, આ રકમ તમે તમારી જાગૃત અવસ્થામાં લખો છો ❓❓

તમારા પરિવારને આ બાબતની જાણ છે ❓❓
આ ચેકની રકમ બે કરોડ રૂપિયા છે , એ આપ જાણો છો ❓”

“હા બેટા , મારા પરિવાર ને ખબર છે. અને ચેકની રકમ બે કરોડ રૂપિયા છે એ પણ હું જાણું છું. વધારે ખાતરી કરવી છે ❓❓

પણ આ ચેક સામે તમારે મને એક વચન આપવું પડશે.”

‘બોલો દાદા….’

આ સંસ્થા માં આવતી દરેક વ્યક્તિ પીડિત હોય છે. તે કોઈ પણ ખરાબ સંજોગોના શિકાર બનેલ હોય છે……..

આવી વ્યક્તિઓના ફોટા પાડવા વિડિયો ઉતારવા યોગ્ય લાગે છે ❓❓

“ના દાદા…”

બસ , *મારી એક નાની શરત છે. આ સંસ્થામાં ફોટો તથા વીડિયો ઉતારવાની સંદતાર મનાઈ છે…….આટલું બોર્ડ મારી દેજો…..!!

કાર્યાલયનો સ્ટાફ દાદાને હાથ જોડી બોલ્યા , “દાદા કોઈના પહેરવેશ ઉપર થી વ્યક્તિ વિશે અનુમાન ન બાંધવું જોઈએ . અમે તમને ઓળખવામાં ભૂલ કરી …..!!”

દાદા , દાનની રીસીપ્ટ કોના નામે બનાવીએ…..❓

દાદા બોલ્યા…દાન નહીં બેટા ભેટ બોલ… રીસીપ્ટની તો મારે જરૂર નથી છતાં પણ આપવી હોય તો મારા નામની જગ્યા એ લખ…..

*કૃષ્ણ અર્પણમ્…”*

બેટા ધરતીકંપ વખતે તારી સંસ્થાનું ઘણું અમારા પરિવારે ખાધું હતું , ત્યારે જ મેં નિર્ણય લીધો હતો . સમય આવે એક એક દાણાનો વ્યાજ સાથે હિસાબ અહીં હું પરત કરીશ.

થોડા સંમય પહેલા મારો બંગલો વેચાયો , તેની રકમની વ્યવસ્થા માટે મેં જયારે મારા પુત્ર કુણાલને USA ફોન કર્યો ત્યારે તેણે માત્ર એટલું જ કીધું………

પપ્પા આપણો પરિવાર ધરતીકંપ વખતે બચી ગયો હતો , એ કોઈ કુદરતી સંકેત સમજી લ્યો. આપણે ન બચ્યા હોત તો આ મિલ્કત લાવારીસ જ પડી રહી હોત… જેણે બચાવ્યા તેને અર્પણ કરી દ્યો..

જે સંસ્થાનું આપણે ખાધું હતું , તે સંસ્થાને પાછું આપી તમારું ઋણ ઉતારો પપ્પા…..!!! અહીં ભગવાને મને ઘણું આપ્યું છે. પુણ્યનું ભાથું ભરી લ્યો મોડું ન કરતા..

જ્યોત સે જ્યોત જલે .
સેવાભાવી સંસ્થાઓને કોઈ આપશે તો સંસ્થા ચાલશે .

બેટા , હવે જાત ચાલતી નથી. કાયમ માટે હું USA જાઉં છું. આજે આ સંસ્થાને આપેલ વચન પૂરું કરી હું હળવો થઈ ગયો છું…..!!

અહીં આવતા દરેક વ્યક્તિ દુઃખી લાચાર અથવા કુદરતી આપત્તિનો ભોગ બનેલ હોય છે. આવી વ્યક્તિઓ સાથે માનવતાભર્યું વર્તન અને વ્યવહાર કરજો .

કુદરત રૂઠી હોય ત્યારે આવી વ્યક્તિઓ સાથે મજાક ન કરાય……

ચલ બેટા , 🙏🏼જય શ્રી કૃષ્ણ….!!

દાદા ઉભા થયા… સાથે આખો સ્ટાફ હાથ જોડી ઊભો થયો.

મિત્રો………

મોત માટે તો કોઈ કારણ નિમિત્ત બને છે. એ તો કોઈ પણ સ્વરૂપે આવે છે. મારનાર સાથે તારણહાર ઉપર પણ વિશ્વાસ મુકવો જોઈએ . આપણી નજર હંમેશા કોઈ પણ ઘટના વખતે કેટલા મર્યા એ સંખ્યા ઉપર જ હોય છે. પણ કેટલા બચ્યાં તેની ઉપર જતી નથી. જો મારનાર માટે ઈશ્વર જવાબદાર હોય તો બચાવનાર માટે કેમ નહીં ❓❓

પરમાર્થ કરવા નીકળ્યા હો,

કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે…….

Exit mobile version