🔷 છેલ્લા 2 મહિના થી અંગીયા ગ્રામજનો જોઈ રહ્યા છે પરિવર્તન…
લોકો આપસમાં ચર્ચા કરી રહ્યા છે..? લોક મુખે સાંભળવા મળી રહ્યું છે..! સરપંચ હંસાબેન પારસિયા અને તેમની ઉત્સાહિત ટીમ માં ઉપસરપંચ ‘વિનોદભાઈ કેશરાણી , કરશનભાઇ સુથાર , ભાવનાબેન વાલજીયાણી , અરવિંદ ભાઈ જેપાર, વનીતાબેન રૂડાણી , યશોદાબેન શિવજીયાણી , કસ્તુરબેન ગરવા જ્યારથી કમાન સંભાળી છે, ત્યારથી શેરીઓમાં સાફસફાઈ , તળાવ પાસે ગાંડા બાવળના સામ્રાજ્ય ની સફાઈ .!! હોળી જેવા તહેવારોમાં જાણે નવી રોનક આવી હોય તેવો અહેસાસ ગ્રામજનો કરી રહ્યા છે. ખરેખર ગ્રામલોકો ને છેલ્લા 2 મહિનામાં ખાશું એવું પરિવર્તન જણાઈ રહ્યું છે..
🔷 લોકોને ખૂબ અપેક્ષાઓ છે..
આવતા પાંચ વર્ષમાં ગ્રામજનો તેમજ સામાન્ય જનતા ગામ ‘ નાના અંગીયાને’ નવી નઝરે જોવા માંગે છે. અંગીયા ગામે એ પ્રકારના વિકાસના કાર્યો થાય જેની નોંધ લેવા સરકારશ્રી મજબૂર બને. જેવી રીતે લાસ્ટ પાંચ વર્ષમાં ગામ ‘ મોટા અંગીયા માં’ સરપંચ ઇકબાલ ઘાંચીએ વિકાસરૂપી શંખ ફૂંકીને જે અઢળક કામો કર્યો, જેની નોંધ લેવા ખુદ અધિકારીઓ દોડત આવ્યા..! જાણે ગામનો નકશો બદલાવી નાખ્યો, અન્ય સરપંચો ને વિઝિટ કરવાનું મન થાય એ લેવલની કામગીરી ગામ મોટા અંગીયામાં લાસ્ટ પાંચ વર્ષમાં થઈ છે..
સરપંચ શ્રીમતી હંસાબેન પારસિયા તેમજ તેમની હોશીલી ટીમ અગામી દિવસોમાં વિકાસના કાર્યો કરી બતાવશે તેવા વડીલ વર્ગે આર્શીવાદ આપી રહ્યા છે.
Hari Zalak Gruh Udhyog – NaNa Angiya Orgenic Agarbatti Product
🔷 વગર ચૂંટણીએ લોક સંપર્ક…
નાના અંગીયા ગ્રામપંચાયતના સરપંચશ્રી હંસાબેન મહેન્દ્રભાઈ પારસિયા તેમજ તેમની સંપૂર્ણ ટીમ લોકોના પ્રશ્નો , લોકોની સમસ્યાઓ સાંભળવા ખુદ તેમના દ્વારે જઇ રહી છે. આજરોજ નાના અંગીયાના વોર્ડ નંબર- 5 માં આવેલ નથુ નગર માં રહેતા રહેવાસીઓ સમક્ષ સરપંચ તેમજ તેમની ટીમ પોહચી હતી..
લોક સંપર્કની શરૂઆત 88 વર્ષના મેઘજીબાપા કેશરાણીના આર્શીવાદ લઈને કરી હતી.. ત્યાં રહેવાસી કહી રહ્યા હતા કે અમારા ધન્યભાગ કે અમને ખરેખર સરપંચ અને આવી સરસ ટીમ મળી, જે અમારા દ્વારે અમારી સમસ્યાઓ અને તેનું સમાધાન કરવા ને માટે આવી. અમને ગટરની થોડીક ઘણી સમસ્યાઓ છે અને અમને વિશ્વાસ છે કે તેનું ઝડપથી નિરાકરણ થશે..
પંચાયતની સંપૂર્ણ ટીમ ભારે ઉત્સાહ સાથે એકજૂથ થઈને સરપંચ શ્રી મતિ હંસાબેન ને જબરદસ્ત સપોર્ટ કરી રહી છે. અંગીયામાં અગામી પાંચ વર્ષમાં જે વિકાસના કાર્યો રૂપી યજ્ઞમાં નાની આહુતિરૂપી સેવાનું સોભાગ્ય મળશે તેવી આશા સાથે પુરી ટીમ પુરા જોશ સાથે કામે લાગી છે..
🔷 સોશિયલ મિડિયા દ્વારા..
લોક સંપર્કમાં મોબાઈલ નંબર એકત્ર કરીને , ખાસ નાના માં નાનો માણસ સુધી નવી યોજનાઓ , માહિતીઓ પોહચે તેના માટે પંચાયતનું મહિલાઓ અને પુરૂષો નું અલગ- અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે.
‘જય હો’
✍️ મનોજ વાઘાણી
નાના અંગીયા – 96017 99904
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…