#પોઝીટીવપંચ 14.. માનવતા હજુ જીવંત છે,તેનું ઉદાહરણરૂપ તમિલનાડુના ગામડાના કોન્સ્ટેબલ સૈયદ અબુતાહિર..
તમિલનાડુના ત્રિચી જિલ્લાના એક ગામનો ગરીબ વ્યક્તિ તેની ગર્ભવતી પત્નીને ડિલિવરી માટે ત્રીચી લાવ્યો હતો.દવાખાનામાં ડોકટરે કહ્યું કે તેની પત્ની ખૂબ જ કમજોર છે અને તેને તાત્કાલિક B positive blood group જોઈશે.લોકડાઉનને કારણે blood bank બંધ હતી.તે વ્યક્તિ શહેરમાં લોહીની તપાસ માટે ભટકવા લાગ્યો.
તેને આમ ફરતો જોઇ એક કોન્સ્ટેબલે રોક્યો અને પૂછયું કે કરફયુમાં કેમ બહાર ફરે છે..? તે વ્યક્તિએ સઘળી બીના સંભળાવતાં કોન્સ્ટેબલ પોતાનું લોહી આપવા તૈયાર થઈ ગયો. સમયસર લોહી મળતાં માતા અને બાળક બચી ગયા. આ ઘટનાની પોલીસ કમિશનરને જાણ થતાં કોન્સ્ટેબલને રૂ. ૨૫૦૦૦ ઈનામ આપ્યું.
કોન્સ્ટેબલે તે રકમમાંથી ગરીબ વ્યક્તિનું દવાખાનાનું બિલ ભરપાઈ કરી આપ્યું. વધેલી રકમ માતા અને બાળકના હાથમાં આપી દીધી ! તે Police constable નું નામ સૈયદ અબુતાહિર.હજુ માનવતા જીવંત છે તેનું ઉદાહરણ પૂરું પાડતા કોન્સ્ટેબલ સૈયદ અબુતાહિર…
“જય હો”
સ્ટોરી સેન્ડર
પોલીસ પરિવાર ગ્રુપ..
10.790483378.7046725