#પોઝીટીવપંચ 13.. National film award for best feature film winners 2018 Hellaroની સ્ટોરી કચ્છના વ્રજવાણી મળતી આવે છે એ ૧૪૦ આહિરાણીઓની પુણ્યતિથિ નિમિતે શત શત નમન…
આજે પણ સંભળાય છે.ઢોલીનો ઢોલ….!!
વ્રજવાણી કચ્છ જિલ્લામાં આવેલુ રાપર તાલુકાનું ઐતિહાસિક ગામ છે. વ્રજવાણીમાં આશરે પપ૬ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઢોલીના પાળિયામાં નાદ સંભાળાય છે.!આમ તો વ્રજવાણીના ઇતિહાસ ને લઇને સમાજ,લોકો અને લેખોમાં અસમંજસતા રહેલી છે.
ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી આશરે પપપ વર્ષ પહેલાં વાગડના વ્રજવાણીમા આહિરો નેસડાઓમાં વસવાટ કરતા.અખાત્રીજના મેળામાંએ સમયે યુવાનો કુસ્તી કરી રહ્યા હતા, બાળકો હિંચકા ખાઇ રહ્યા હતા અને નેસડાની ૧૪૦ આહિરાણીયુ સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમી રહી હતી, ઢોલીની થાપ પડતી ગઇ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને ૧૪૦ આહિરાણીયું હાથીદાંતના જાડા ચૂડલા અને પગમાં કાંબી અને કડલા પહેરી રાસડા લેતી રહી, રાત આખી વીતવા આવી, ત્યાં સુધી તેઓના પગ થંભ્યા જ નહીં..!
પશુઓની દોહાઇ અને રાતનું વાળું બાકી હતું, નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઇ ગયા હતા, બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહીરો ગરમ થયા,સ્થળે જઇ જોયું તો બધીયે આહીરાણીયુ રાસ રમવામાં મશગૂલ હતી.એક આહીરે ગુસ્સામાં આવી ઢોલીને તલવારનો ઝાટકો મારતા તે તત્કાળ મૃત્યુ પામ્યો,પણ શૂરાપુરાની જેમ ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિરાણીઓ સમી ગોપીઓએ થંભી ગઇ,ઘરે જવા ઇનકાર કરી તેઓએ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યાએ પ્રાણ ત્યાગ કર્યો.
જે સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે.ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક છે.જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બિટ સંભળાય છે,માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે.વર્ષોથી સંભાળતી આ દંતકથાનો ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર કર્યો, આજે વિજ્ઞાનયુગમાં આ વાત ભલે આપણે માનીએ કે ન માનીએ, પણ બને છે હકીકત છે.ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનુ તિતભ્રમ હોય, આ જગ્યાની પવિત્રતા હોય,આજે ધ્રબૂકી રહેલા ઢોલીનું જોમ હોય કે પછી ૧૪૦ આહિરરાણીયુંનું સત, જે પણ હોય પણ અહીં આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બિટ સંભળાય છે.અમુક પ્રવાસીઓ તો દરેક પાળિયે પાળિયે જઇ અન્ય વાતની સત્યતા ચકાસતા હોય છે
“જય હો”
સ્ટોરી સેન્ડર
ViA Whatsapp
વિનોદ પરમાર ફ્રેન્ડ ગ્રુપ