🔷 જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ આયોજીત..

ગામ ખીરસરાના સ્વ. મણીબેન માવાણી તેમજ લક્ષમણભાઈ માવાણીના ભત્રીજા સ્વ. જગદીશભાઈ માવાણીના સ્મૃતિમાં અને આયુર્વેદિક આરોગ્ય કેમ્પનું આયોજન ગત રવિવારના રોજ સવારે 8.00 થી 12.30 દરમિયાન ખીરસરા પાટીદાર સામાજવાડી મધ્યે રાખેલ હતું..
જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ દ્વારા આયોજીત આરોગ્ય કેમ્પનું સ્થાનિક ખીરસરા યુવક મંડળ તેમજ યુવાસંઘની થીમ હેલ્થ & ડિઝાસ્ટર કન્વીનર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. નંદકુમાર મેનનએ તબીબી સેવા આપેલ હતી..

🔷 77 લોકોએ સેવાનો લાભ લીધેલ..

આજની બદલાયેલી જીવનશૈલી ને કારણે ઘુંટણ , ગુદા , કમરદર્દ વગેરે પ્રોબ્લેમ સામાન્ય બનતી જાય છે..! આ દર્દોની પાયાની માહિતીરૂપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. તેમજ આપ નીચે ફોટો પર ખીરસરા ગામે ઘુંટણ દર્દ , કમર દર્દ વગેરે દર્દીઓ આયુર્વેદિક આરોગ્ય કેમ્પમાં તબીબ નંદકુમાર પાસે પોતાનો ઇલાઝ કરાવતા નઝરે પડે છે..

🔷 સ્થાનિક મંડળ તેમજ યુવાસંઘ..

ખીરસરા યુવક મંડળના પ્રમુખશ્રી લખમશીભાઈ માવાણી તેમજ મહામંત્રી શ્રી પ્રવિણભાઇ માવાણી સાથે જગદીશભાઈ છાભૈયા તેમજ સર્વે ખીરસરા યુવક મંડળના સહયોગથી આ આયોજન ને સફળ બનાવવામાં આવ્યું હતું સાથે યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના હેલ્થ & ડિઝાસ્ટર થીમ કન્વીનર ભુપેન્દ્રભાઈ ડોસાણી , હરેશભાઇ ખેતાણી અને ઉપસ્થિત રહેલ..

જય હો

ફોટો સેન્ડર..
પ્રવિણભાઇ માવાણી
સામાજીક અને આધ્યાત્મિક કન્વીનર

✍️ મનોજ વાઘાણી..
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *