#પોઝીટીવપંચ 102.. બ્લેડર ચોકઅપ થાય તો…જો મૂત્રાશય ભરાઇ જાય અને પેશાબ ન થાય, પેશાબ કરવા માટે અસમર્થ થઇ જવાય તો શું કરવું..?
એક પ્રખ્યાત એલોપેથી ડોક્ટરનો આ અનુભવ છે. તેઓ 70 વર્ષની ઉંમરના ENT નિષ્ણાત છે. તેમનો એક અનુભવ સાંભળીએ.
તેઓ એક દિવસ સવારે અચાનક જાગી ગયા. તેમને પેશાબ કરવાની જરૂર હતી, પણ તેઓ આમ કરી શકતા ન હતા. પાછલી ઉંમરે કેટલાક લોકોને કેટલીક વખત આવી સમસ્યા થાય છે. જો તેઓ બે કે ત્રણ વખત પ્રયત્ન કરે તો તેઓ સફળ થઈ શકે છે. તેમણે વારંવાર પ્રયત્ન કર્યો, પણ સતત પ્રયત્નોનું કોઈ પરિણામ આવ્યું નહીં. પછી તેમને સમજાયું કે એક સમસ્યા છે.
તે એક ડોક્ટર હોવાથી કંઇ આવી શારીરિક સમસ્યાઓથી અપવાદ નથી કારણકે તેઓ પણ દરેકની જેમ હાડમાંસના બનેલા મનુષ્ય જ છે. હવે તેમનું નીચલું પેટ ભારે થઈ ગયું હતું. તેઓ બેસી કે ઉભા રહી શકતા ન હતા, અને પ્રેશર બિલ્ડઅપથી પીડાતા હતા.
તેમણે ફોન પર એક જાણીતા યુરોલોજિસ્ટને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી. યુરોલોજિસ્ટે જવાબ આપ્યો : “હું અત્યારે બહારના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં છું. હું બે કલાકમાં તમારા વિસ્તારના ક્લિનિકમાં આવીશ. શું તમે આટલા લાંબા સમય સુધી તેનો સામનો કરી શકશો?”
તેમણે જવાબ આપ્યો : “હું પ્રયત્ન કરીશ”. તે જ ક્ષણે તેમને બાળપણના મિત્ર એક અન્ય એલોપેથી ડોક્ટરનો ઇનકમિંગ કોલ આવ્યો. મોટી મુશ્કેલીથી વૃદ્ધ ડોક્ટરે તેના મિત્રને પરિસ્થિતિ સમજાવી. તેના મિત્રએ જવાબ આપ્યો : “ઓહ, તમારું મૂત્રાશય ભરાઈ ગયું છે. અને તમે પેશાબ કરી શકતા નથી. ચિંતા કરશો નહીં. મારા સૂચન મુજબ કરો. તમે તેને દૂર કરી શકશો.” અને તેમણે સૂચના આપી : “સીધા ઊભા રહો, અને જોરશોરથી કૂદકો લગાવો. કૂદતી વખતે તમારા બંને હાથ ઉંચા કરો. જાણે કે, તમે ઝાડમાંથી કેરી તોડી રહ્યા છો. આવું ૧૫ થી ૨૦ વખત કરો.”
વૃદ્ધ ડૉક્ટરે વિચાર્યું : “શું? તેઓ એવું કહે / ઇચ્છે છે કે આ હાલતમાં હું કૂદકા લગાવું?”
આ ઇલાજ થોડો શંકાસ્પદ લાગતો હોવા છતાં વૃદ્ધ જૂના ડોક્ટરે આ પ્રયાસ કર્યો. જ્યારે ૫ થી ૬ કૂદકામાં તેમને પેશાબ થવા લાગ્યો, ત્યારે તેમને રાહત થઈ. તેમણે મિત્ર ડૉક્ટરનો આ પ્રકારની સરળ પદ્ધતિથી સમસ્યા હલ કરવા માટે અતિ આનંદિત થઇને આભાર માન્યો. અન્યથા, હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હોત, જ્યાં તેઓ મૂત્રાશયની અંદર કેથેટર નાખતા હોત, ઇન્જેક્શન, એન્ટિ-બાયોટિક્સ વિ. વિ. ,,, પરિણામે તેમને અને તેમના નજીકના પ્રિયજનો માટે શારીરિક અને માનસિક તણાવ ઉપરાંત હજારો લાખોનું બિલ.
કૃપા કરીને વરિષ્ઠ નાગરિકો સાથે શેર કરો. કોઈને આ અસહ્ય અનુભવ થાય તેમના માટે આ ખૂબ જ સરળ ઉપાય છે…