Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 101.. જતું કરોને…!

#પોઝીટીવપંચ 101.. જતું કરોને…!


ઉકેલ સાવ સરળ અને ટૂંકો, જતું કરોને !
બની શકે તો જરાક ઝૂકો, જતું કરોને !

પહાડ જેવો પહાડ નીતરે, ઝરણ મળે તો,
તમે તમારી મમત મૂકો, જતું કરોને !

ફરી ફરીને કહી રહ્યો છું, ફરી ફરીને,
સમય ઘણો છે હજુય ચૂકો, જતું કરોને !

ભલે પહેલેથી શંખ ફૂંકે, મૂકોનેચિંતા,
તમે ફરી વાંસળીને ફૂંકો, જતું કરોને !

અલખ સરીખો સ્વભાવ રાખો અલખ નિરંજન,
પછી બધે ગિરનાર ટૂંકો, જતું કરોને !

અંકિત ત્રિવેદી


23.02250572.5713621
Exit mobile version