#પોઝીટીવપંચ 08. 42 ડીગ્રી ગરમીમાં વિનામૂલ્યે ઘરોઘર કર્યું વિતરણ..!! 300 ચકલી ઘર સાથે 200 પાણીકુંડને 2 દિવસમાં ઉમિયા ગ્રુપએ લોકોના ઘર સુધી પોહચાડ્યા..(Sparrowsના સેવાકીય કાર્યને સલામ)
🔷 ગૌ શાળામાં 12,000 કિલો લિલી મકાઈનો ચરો આપ્યા બાદ પક્ષીઓ માટે સેવાયજ્ઞ..!
જે ગ્રુપનો હેતુ હતો તે ને ખરા અર્થમાં સાર્થક કરતું હોશીલું ઉમિયાં ગ્રુપ ફરી એક વખત સેવાયજ્ઞ દ્વારા પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીકુંડ લોકો સુધી પોહચાડ્યા છે.ગ્રુપના હોશીલા યુવાનો ને એવો પણ ઉમદા વિચાર આવ્યો કે ગાયને લીલોચરાની સાથે આંગણે રમતી ચકલીઓ માટે કાંઈક કરીએ તો તેનું પણ સંરક્ષણ થાય.સાથે માટલાં અને કુંડા બનાવતા મજુરોને પણ રોજીરોટી મળી શકે બસ એ જ વિચારે અમને 300 પક્ષીઘર અને 200 પાણીકુંડ બનાવવાની પ્રેરણા કરી..
🔷 સીઝન – 4 Next Year 1000 પક્ષીઘર આપીશું…
ત્રણ સીઝનથી સિક્સર ક્રિકેટનું સફળ આયોજન બાદ દાતા પરિવારો પણ અમને દિલ ખોલીને દાન આપી રહ્યા છે,એ જોતાં આવતા વર્ષે 2022માં ઉમિયાં ગ્રુપ 1000 પક્ષીઘરનું વિનામૂલ્યે વિતરણ કરશે એવું રમેશભાઈએ જણાવ્યું હતું..
🔷 માત્ર 2 દિવસમાં વિનામૂલ્યે 300 પક્ષીઘર અને 200 પક્ષીકુંડનું વિતરણ કર્યું..!
નખત્રાણા સીટીના વથાણ ચોક મધ્યે ચાર રસ્તામાં વિરાણી રોડ તરફ કોર્નર પર આવેલ હાર્દિક ભાઈ અને મિતભાઈ રામાણીનો આવેલ શિવ શોપિંગ મોલ પાસે ઉમિયાં ગ્રુપ આ પક્ષીઘર અને પાણીકુંડનું વિનામૂલ્યે વિતરણ કરવાનો શુભારંભ કરેલ અને ગણતરીના કલાકોમાં લોકોના કોલ આવના શરૂ થયા અને ઉમિયાં ગ્રુપે ઘરોઘર ચકલીઘર બાંધ્યા..
ખરા અર્થમાં ઉમિયાં ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિ પ્રેરણારૂપ છે.મા ઉમિયાંજી સદાય આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરાવતા રહે તેવી શુભેચ્છાઓ..
“જય હો”
✍️મનોજ વાઘાણી
નાના – અંગીયા
9601799904
23.34313969.2668937