ગોવાના *મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત* એ પાટીદાર પુત્ર પાઇલટ સંકેત ગંગારામ ધોળુની પીઠ થાબડી…!! *(Proud Moment)* નાગલપર ના ધોળુ પરિવારના સુપુત્ર ની સિદ્ધિ ને ગોવાના મુખ્યમંત્રી *ડો. પ્રમોદ સાવંત* બિરદાવી

નખત્રાણા તાલુકાના ગામ નાગલપર ના વતની અને હાલ ગોવા જેમને કર્મભૂમિ બનાવી છે, તેવા ગંગારામભાઈ ના સુપુત્ર *પાઇલટ સંકેત ની અવિએશન ક્ષેત્રે ની* સફળ સિદ્ધિ થી પ્રભાવિત થઈ ને ગોવા રાજ્યના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાહેબ ને આપ તસવીર માં પીઠ થાબડતા નિહાળી શકો છો. મોટી હસ્તી જો રૂબરૂ સમય કાઢીને સિદ્ધિ ને બિરદાતી હોય તો, તે ઉપરથી આપણે અંદાઝ લગાડી શકીએ કે આ ધોળું પરિવાર રાજકીય ક્ષેત્રે સારો એવો વગ ધરાવે છે તે દ્રશ્યમાન થાય છે..

સમગ્ર પાટીદાર માટે ગૌરવ કહેવાય કે CM જેવું વ્યક્તિત્વ પાટીદારના સુપુત્ર *પાઇલટ સંકેત ગંગારામભાઈ ધોળુંનું* સન્માન કરતા હોય એ ખરેખર proud Moment વર્ષોના વર્ષ યાદગાર રૂપ છે.

જય હો

✍️ મનોજ વાઘાણી (મૂછાળા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *