*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ*
#Social સાહિત્ય 002
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે, જે મહિલાઓના હકો અને તેમની સિદ્ધિઓ માટેની લડતને માન્યતા આપે છે. 1908માં ન્યૂયોર્કમાં મહિલાઓના હક્ક માટે પ્રદર્શન થયું અને 1911માં આ દિવસની પ્રથમ વખત ઉજવણી થઈ. 1975માં સંયુક્ત રાષ્ટ્રે આ દિવસે સત્તાવાર માન્યતા આપી. આજની તારીખે, વિશ્વભરમાં રેલી, ચર્ચા, અને કાર્યક્રમો દ્વારા મહિલાઓના હક્કો માટે જાગૃતતા ફેલાવવામાં આવે છે..
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફક્ત જાણ કરવી છે.. તાજેતરમાં શ્રી સમાજ માં ઘટતી ઘટનાઓ વિશે જાગૃતિ લાવવા માટે અને એ દુષણો ને ઉગતા જ ડામી દેવા ની..કે જે સમાજ માટે શરમજનક છે. તાજેતરમાં સમાજ ના કુવારા દિકરા પરણિત સ્ત્રીઓના સીતાહરણ કરવા ના કિસ્સા દિનપ્રતિદિન વધી ને સામે આવી રહ્યા છે સોશીયલ મીડીયા થકી સંતાનો ના માતા, પિતા પરપુરુષ અને પરસ્ત્રીઓ સાથે લવ અફેર મા પડી દામ્પત્ય જીવન ના પવિત્ર બંધન ના ધજાગરા,લીરા ઉડાવી રહ્યા છે.. બબ્બે સંતાનો ની માતા સુખી ઘર સંસાર ને વેરવિખેર કરી રહ્યી છે .તો હજુ પણ દિકરીઓ ના આત્મહત્યા ના કિસ્સાઓ હચમચાવી ધ્રુજારી ફેલાવી રહ્યા છે.
ત્યારે આજે આપણી માતૃસંસ્થા શ્રી અ.ભા મહિલા સંઘ નેજા હેઠળ ભારતભર માં 25 ઝોન સમાજો ની વ્યવસ્થા છે.
*આ પ્લેટફોર્મ થકી કેન્દ્રિય મહિલા સંઘ ધારે તો દરેક ઝોન સમાજો સંપર્ક યાત્રા અથવા તો મંચ, માળા, માઈક વગર ની મોદ પરિષદ ના આયોજન કરી મહિલા ઓ જાગૃત કરી શકે છે* અને જીવન ટૂંકાવતી દીકરીઓને જે દબાણ ઉત્પન્ન થાય છે એમને જીવન ટુકાવવા મજબુર બનાવે છે એમની પાછળ ઝોન મહિલા ટીમ કાર્યરત બને,એક એક મંડળ મા બેઠક કરે અને સમજાવે કે બેટા તમને જે તકલીફ હોય તો ખુલ્લી કરો અને પરિવાર અથવા તમારા સખી મંડળમાં નહીં તો સ્થાનિક મહિલા મંડળ ના પ્રતિનિધિ ઓ પાસે રજુ કરો મને આ તકલીફ છે આનું સમાધાન આપો..તો જરૂર સમાધાન પણ મળશે જ..
તાજેતરમાં મે દક્ષિણ ભારત મહિલા મંડળ ની સભા માં મારી હાજરી હતી તેમાં એક ટોપીક પર એવું કહેવાયું હતું કે નર ને તો નારાયણ બનવા માટે કરણી કરવી પડે છે.પરંતુ નારી તો પ્રાગટ્ય થી જ નારાયણી છે.કારણ કે તે પરિવાર સંતાનો ની દેખભાળ કરે છે એટલે નારાયણી છે. અહીં સવાલ એ થાય છે કે નારાયણ કેમ પરસ્ત્રીઓ નું સીતાહરણ કરતો થયો છે. અને નારાયણી પોતાના સંતાનો ને છોડી કેમ પરપુરુષ સાથે સહવાસ કરતી થઈ છે.
મહિલા મંડળ દ્વારા થાળી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા ટેલેન્ટ ટ્રેડ ફેર મેકઅપ આવા આયોજન થતાં હોય છે અને થવા પણ જોઈએ.. પરંતુ ધીરે ધીરે આપણી સંસ્કૃતિ માં ભંગાણ પડે છે એને અત્યારે જ નહીં ડામી દેવા માં આવે તો ભવિષ્યમાં એ વિશાળ સડો બની પરિવાર વ્યવસ્થા ને વેરવિખેર કરી શકે છે.
ત્યારે શ્રીસમાજ,મહિલા સંઘ, યુવાસંઘ દ્વારા એક એક મંડળ મા જાગૃતિ લાવવા નું કામ વહેલી તકે હાથ ધરવું અત્યાર ના સમય ની માંગ છે.એવં સમાજીક મંચો પર આવી સત્ય હકીકતો રજૂ કરતાં વક્તાઓ ના વક્તવ્ય ને હસીમજાક મા નહીં પણ વિશેષ નોંધ લઈ રજૂ થતી વિગતો પર ચિંતન મંથન અનિવાર્ય છે..
આ મારા અંગત વિચારો, વેદનાઓ ને વાચા આપવા વિનમ્ર પ્રયાસ કર્યો છે નહીં તો કોઈ ને ટકોર કરવી.. કે પછી કોઈ ને ઠેસ પહોંચાડવા માટે લેશમાત્ર મારો ઈરાદો નથી.. *કારણ કે મારી જ્ઞાતિ મારું ગૌરવ છે એટલે લોહી ઉકળે* નહીં તો મારે શું લેવા દેવા કહો..
*સબકો સન્મતિ દે ભગવાન*
જ્ઞાતિ ના પત્રકાર ની અંગત વેદનાઓ..
રમેશભાઈ રંગાણી ત્રિચનગોડ રામપર-સરવા

આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…