#जिक्र का जंक्शन 77… ✌હજાર ‘અઢારની’ આખરી આકાશી એક ‘ઝલક’ (ગુડબાય 2018)..✌હજાર ‘ઓગણીસ’ને વરભેર,માનભેર આવકાર..

          કચ્છ માટે કેલેન્ડર વર્ષ 2018માં વરસાદી વાદળો કોરાધાક જતા,વખત કપરું જઈ રહ્યું છે.જીવદયા પ્રેમીઓ દ્વારા પશુધનને બચાવવા માટે અનેક પ્રયત્ન,પ્રયાસ થઈ રહ્યા છે.જે બિરદાવા લાયક છે.આ વર્ષ દરમિયાન કેટલાયે ખટમીઠાં અનુભવો અને યાદો સાથે નખત્રાણા મધ્યે વર્ષ 2018ની આખરી સૂર્યાસ્ત સમયેની સોનેરી(ગોલ્ડન) #EkZalak..
         નવું કેલેન્ડર વર્ષ 2019 સવારની સોનેરી કિરણ સાથે સુખનો સૂર્યોદય થાય.અને નવી આશાઓ,અપેક્ષાઓ,સપનાઓ સુખમય રીતે સાકાર થાય તેવી સોનેરી શુભેચ્છાઓ.2019માં સૌને જલસો પડી જાય તેવી ઇષ્ટદેવને હૃદયપૂર્વક પ્રાર્થના..
            ધોરણ-6 (1998માં) અમને ચિત્રપોથીમાં એવું કુદરતી દૃસ્ય.જેમાં સમુન્દ્ર કિનારે બે ‘નાળિયેરી’ વચ્ચે સૂર્યોદય થાય તેવું ચિત્ર દ્રશ્યમાન થતું.અહીં ઊલટું છે,સૂર્યાસ્તનું ફોટો છે.મેં ક્લિક કરેલ છે જેમાં ખુદ સર્જનહારે સોનેરી કલર પૂર્યા છે.

‘જય હો’

✍મનોજ વાઘાણી….


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *