Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 72… સ્ટ્રગલમેન ‘શાંતિલાલ’દાદા. ડ્રાઇવિંગથી ડાયસબોક્સ સુધી સવાંદ અને સ્ટેજ સફર કરનાર..

#जिक्र का जंक्शन 72… સ્ટ્રગલમેન ‘શાંતિલાલ’દાદા. ડ્રાઇવિંગથી ડાયસબોક્સ સુધી સવાંદ અને સ્ટેજ સફર કરનાર..સામાજીક પ્રવૃત્તિમાં સર્વોપરી એવા શાંતિલાલ ધનાણી ને ‘નર્મદે હર’ (જન્મ દિવસની ધોધમાર શુભેચ્છાઓ)🎂🎂🎂🎂
        નાનપણથી ‘નાટકો’ ભજવાનો ખૂબ જ શોખ.કેમ કે અદભુત સંવાદ કરવાની શૈલી,દમદાર ડાયલોગ ડિલિવરી એ પણ સ્પષ્ટ,કિલિયર કોલેટી કર્ણપ્રિય ખુદનો બુલંદ આવાજ.મેદનીને જકડી રાખે તેવુ ધારદાર સ્ટેજ સંચાલન.મોટા પડદે ચમકવાનો બહોળો શોખ પણ એ આર્થિક પરિસ્થિતિને કારણે લોકલ સ્ટેજ પૂરતો જ રહી ગયો.એ ધરબાયેલી ઈચ્છાઓને તેમના પુત્રએ રૂપેરી પડદે ચમકાવી છે.આ વાત થાય છે મિત્રો,એવોર્ડ વિનર સુપરહિટ ફિલ્મ ”રેવા” ના એક્ટર ચેતન ધનાણીના પિતાશ્રીની. એક્ટિંગ,ડાયલોગ ડિલિવરી બધુએ આપ આજે Chetan Dhanani જોઈ શકો છો.
મનોવિજ્ઞાન સિલેબસમાં કદાચ આ ટોપિક આપણે જાણ્યો હશે..?કોઈક કારણોસર આપણે આપણા મૂળ લક્ષ્યસુધી પોહચી નથી શકતા.તો એ લક્ષ્યની પ્રાપ્તિની અપેક્ષાઓ આપણે દિકરા-દિકરીમાં કે હૃદયસ્પર્શી વ્યક્તિમાં જોતા હોઈએ છીએ.એ સફળ થાય ત્યારે ખુદને અનેરો આનંદ આવે છે.
           સ્વતંત્ર વિચારશૈલી ધરાવતા ”શાંતિલાલ દાદા” પોતાના પુત્રો ખુદના પડેલ સ્વપ્નો સાકાર કરે એવી તમનનાંઓ,ઈચ્છઓના બદલે તેમને જે બાબતમાં રસ છે.એ બાબતમાં આગળ વધો.તેઓમાં સંપૂર્ણપણે મહેનત કરો,તાકાત લગાઓ પરિણામ 100% મળશે..આજે ચાર પુત્રોમાં એક એક્ટર,બીજો પ્રોફેસર,ત્રીજો એડવોકેટ અને ચોથો ફિલ્મ આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે.
           ઉંમર કાઈ મોટી નથી થઈ ગઈ મિત્રો,આ તો હું ચાંગમાં ‘દાદા’ કહું છું.શાંતિલાલ દાદા વિશે તો અઢળક લખાણ થાય એમ છે.જીવનની પ્રારંભિક આર્થિક પરિસ્થિતિને પોહચી વળવા દાદા ટ્રકની ડ્રાઇવિંગ કરતા તો આજે ડાયસબોક્સપરથી સ્ટેજ સંચાલન કરે છે.આઈશ્રી રુડી સતીમાં સ્થાનક નખત્રાણાના ઉપપ્રમુખશ્રીના હોદ્દાપર છે.તેમજ સમાજને કહી રીતે મદદરૂપ બની શકાય તે માટે હંમેશા તત્પર અને સામાજીક પ્રવૃત્તિઓ કરવી દાદાને ખૂબ ગમે.
            એક ઝલકના ઇન્ટરવ્યુની શરૂઆત અમે શાંતિલાલ દાદાથી કરી છે.અત્યારે માત્ર દાદાની ઝલક.જીવનમાં મસ્ત રહો,વ્યસ્ત રહો અને જબરદસ્ત રહો તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણીની શુભેચ્છાઓ.તેમજ પેજ #EkZalakની ધોધમાર શુભેચ્છાઓ..
‘જય હો’
મનોજ વાઘાણી….

————————————————————————-

Exit mobile version