Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 70… સ્પષ્ટ,કમાલની નિર્ણય શક્તિ અને પોઝીટિવ સ્પિરિટ ધરાવતું વ્યક્તિત્વ.

#जिक्र का जंक्शन 70… સ્પષ્ટ,કમાલની નિર્ણય શક્તિ અને પોઝીટિવ સ્પિરિટ ધરાવતું વ્યક્તિત્વ.સંઘર્ષ કરતા રહો સ્થિતિઓ બદલાઈ જશે.માવતર તુલ્ય ડો.સુભાષચંદ્ર જોષી (જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂)
            જીવનમાં જેને મારો વિશેષ ખ્યાલ રાખ્યો છે.આ વ્યક્તિએ ભાવિન,રાજન અને મને એક વસ્તુ ખાસ શીખવી છે.વસ્તુ,વ્યક્તિ કે પાઠ્યપુસ્તકોનું વાંચન હોય તેના મૂળ બેસ સુધી જાઓ.(શોર્ટકટ નહીં અપનાવાનો)લિફ્ટ તમને છત પર ઝડપથી લઈ જશે એ નક્કી છે..!!પરતું ત્યાં સુધી પોહચવા લાઈટ જેવા અવરોધોનો રિકસ નડી શકે છે.એટલે નક્કી નહીં,એના કરતા પગથિયાં 100% લઇ જશે.મહેનત પર ભરોસો રાખો ફળ ખાવાની અનેહરી મોજ પડશે દીકરાઓ.
જીવનની અનેક કઠિન,વિપરીત પરિસ્થિતિઓમાં જેમને હાર નથી માની.પોઝીટિવ સ્પિરિટ હોય ત્યારે જ ઉબદ ખાબદ,કચ્છના ગામડાઓના કાકરાઓવાળા કાચા-પાકા રસ્તાઓ પર ‘લાખો’ કિલોમીટરની જેમને એકલા હાથે સફર કરી છે.સફરમાં હમસફર રૂપે રહેલ.બજાજનું સ્કૂટર,Boxer હોન્ડા,Splendar અને Honda shine સાથે પશુઓની સારવાર માટે દવાની પેટી અને ખુદ માટે હેલ્મેટ.હંમેશા સંઘર્ષ કરતા રહો પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે.તેમના સંઘર્ષોની સુગંધથી અમે ઘણુંબધું શીખ્યાં..
           પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ.સામાજીક કાર્યોમાં ચુપચાપ રહી લોકોને મદદરૂપ થવું.આવું તો હું અઢળક લખી શકું આ વ્યક્તિત્વ વિશે,એ સમય જતા હું મારી બાયોગ્રાફીમાં ઉલ્લેખ કરીશ.અત્યારે માત્ર ઝલક..
આજ રોજ જન્મ દિવસ અવસર પર માવતરતુલ્ય ડો.સુભાષચંદ્ર જોષી આપ જીવનમાં વ્યસ્ત,મસ્ત અને જબરદસ્ત રહો તેવી ઇષ્ટદેવ પાસે પ્રાર્થના.સાથે પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ..
                   ફળ ખાવાની મઝા શોર્ટકટમાં નથી સંઘર્ષમાં છે.એ જેનો જીવનમંત્ર એવું હું માનું છું..
‘જય હો’
મનોજ વાઘાણી…


Exit mobile version