નવરો બેસવું જેમને જરાય ગમતું નહિ..! એમાંય કલકત્તા થી ઘેર આવે ત્યારે મિત્રો પાસેથી ઉધારી બાઇક માંગે, પછી સગાં-સબંધીઓ ને હમાચાર પોહચાડે અને બીજી બાજુ અમારા માતુશ્રી ઈશ્વરમાં શ્રધ્ધાવાન એટલે દેવદર્શન તો ચાલુ જ હોય. ઘેર પણ પલાઠીવાળી ને હરામ જો બેસે..! ઘરના બધા પંખાને જાતે રીપેર ને ગિરિસિંગ કરતા અમે જોયા છે.એના ગિરિસિંગ કરેલા પંખા હજુએ ભુભાટ ફરે છે.


લોકોને ઉપયોગી અને મદદરૂપ કઈ રીતે થઈ શકાય એવુ ઓછા સમયમાં અમે ઘણુંબધું શીખ્યા. મહેશભાઈ હાલો ને મોટર કાઢવી છે, રાત્રે ફ્રી હો તો પાણી વળાંવુ તું, મગફળી કઢાવી અને ટ્રેક્ટર પર ભર ભરવા ને રાત્રે મિત્રો સાથે રયાન ને ચોકી કરવી આ બધું એ કલકત્તા થી છુટ્ટીમાં આવતા ત્યારે કરતા.
2001માં કચ્છમાં આવેલ ભૂકંપએ લાખો લોકો ને અસ્ત વ્યસ્ત કરી મુક્યા. નાના અંગીયા 66 KV રેસિડેન્ટ પડી જતા ત્યાં માણશોનું રેસ્ક્યુમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભુજ કરમશીભાઈ પારસિયાના જર્જરિત મકાન પર સમાન કાઢવા પહેલ અમારા પિતાશ્રીએ કરેલ..
કલકત્તા બાદ મારા પિતાશ્રી પરિવાર સાથે રહી શકાય એવા સ્વપ્નથી ગાંધીધામ લાકડાના બેન્સામાં નોકરીએ લાગેલા પરંતુ તારીખ 23 માર્ચ 2001 અને સવારે 11.00 વાગ્યાના અરસામાં તેઓ ક્યારે ભૂલ ન કરે એવી ભૂલ કરી બેઠા.. લાકડાના ગોલા ઓના ટોપ પરથી ગોલ લાકડું સરકાવવા જતા, આખો એ ગોલ લાકડાઓ નો લોટ દળી પડ્યો અને તેમના મિત્રો મંગલભાઈ ભગત , લખમશીભાઈ પોકાર , પરસોતમભાઈ , નટુભાઈ કેશરાણી વગેરેની હાજરીમાં પોતે હંમેશને માટે ગેરહાજર થઈ ગયા..😭


વિશ્વાસ માં ન આવે એવી વાત હકીકત બનતા અંગીયા પંથકમાં ત્યારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.હર વ્યક્તિને પોતાનો સ્વજન ગુમાવ્યાની ફીલિંગ હતી.આ સોકિંગ ન્યુઝ થી સૌ ગમગીન થઈ ગયેલ. પિતા વગરની દુનિયા હલેશા વગરની હોડી જેવી છે એવું હું માનું છું. ન હોય ત્યારે કિંમત થાય એના કરતાં મિત્રો તમારા ફાધરની કેર કરો, પ્રેમ કરો અને જ્યારે એ નહિ હોય ત્યારે જીવનમાં તમે શુ છો..? જવાબદારી શુ છે..? આ બધુએ ભાન અને સંબંધોનું જ્ઞાન કરાવી મુકશે. ઉપર છાપરું ન હોય અને કમોસમી વરસાદમાં બરફના ગાંગળા પડે અને તમે ખુલ્લા મેદાનમાં ઉભા હો એવી જ અઘરી આ આફત છે.
તેમના મિત્રો પાસેથી ઘણાબધા પરાક્રમો સાંભળેલા છે એ વળી પિતા પ્રેમ આર્ટિકલમાં આવરી લેશું..

*જય હો*

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *