🔷 તમે જો જો ને થઈ રહેશે…!!
શાંતિભાઈ પોતાની કાર્યકુશળ લોકોની ટીમની મગજમાં એકબાજુ ડાયરી બનાવાયેલી છે. પોતે વિવિધ સંસ્થાઓ થી જોડાયેલા છે. તેથી તેની પાસે કોન્ટેક્ટમાં “જબ્બર અને જવાબદાર” લોકોની મોટી ટીમ છે અને તેની વચ્ચે બેઠક – ઉઠક થાય એ સ્વાભાવિક છે..
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના ચેરમેન તરીકે ની જવાબદારી શાંતિલાલભાઈ નાયાણીને મળવા પહેલા તેઓ સ્થાનિક પાટીદાર યુવક મંડળ – વિથોણના પ્રમુખપદ પર હતા અને અત્યારે છે , જ પણ પ્રમુખ પદનો લગભગ 98% ભાર ઉપપ્રમુખ વિનુભાઈ નાયાણી અને મહામંત્રી હિતેશભાઇ સંભાળતા…!
યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન સૌ પ્રથમ નવરાત્રીના રોજ વિથોણના આંગણે આવ્યું , ત્યારે ક્યારે ન જોયેલું અતિથિભાવ અને એ પણ મિત્રો, ઢોલ – નગારા સાથે વાજતે – ગાજતે નવરાત્રી મહોત્સવના ટાઇટ શિડયુલમાં 1 કલાકનું ટાઈમ ફાળવીને જે સન્માન કર્યું છે ને…? આજની તરીકે એ દ્રશ્યો ખરેખર દૃશ્યમાન થાય છે.. શાંતિલાલ ભાઈ તો અમારી સાથે હતા પણ આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જો કોઈએ તૈયાર કરી હોય તો તે વિનુભાઈ નાયાણીએ કરી હતી..
શાંતિલાલ ભાઈને આજની તરીકે કોઈ પ્રોગ્રામ કરવા હોય , તો 5 પૈસાની વ્યાધિ વગર થઈ જતા..! તેની પાછળ મોટીવેટ કરતા વિનુભાઈ એટલું જ બોલતા ભાઈ ચિંતા ન કરો, જો જો ને પ્રોગ્રામ લાટ મજાનો થઈ જશે.! આજે એ જ લાટ મજાનો માણસ જ આપણે લાડલડાવીને ઓચિંતો ધામમાં ચાલી ગયા. એ વાતનો વિશ્વાસ એ નથી આવતો..
🔷 ભીંની આંખે શબ્દાજલી….
વિથોણ પાટીદાર યુવક મંડળ એ 11ની રાત્રે ઉપપ્રમુખશ્રી સ્વ. વિનુભાઈ નાયાણીની શોક સભાનું આયોજન કર્યું હતું.. મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક ભાઈઓ તેમજ બહેનો અને ગામેગામ થી કાર્યકર્તાઓ , હોદેદારો , યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન તેમજ રાજકીય , સામાજીક આગેવાનો અને વિનુભાઈનો ચાહક વર્ગે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉપસ્થિત થયો હતો…
લગભગ છેલ્લા 1 વર્ષની અંદર આ નવી ટીમ બન્યા પછી ભારે ઉત્સાહ પૂર્વક વિનુભાઈ સાથે તાલમેલ અને તેના સરળ સ્વભાવના સૌ વિથોણ પાટીદાર યુવક મંડળના કારોબારી સભ્યો બંધાણી થઈ ગયા હતા. સાથે વિતાવેલી પળો , પ્રોગ્રામો આ બધું યાદ કરતા મહામંત્રી ,કારોબારી ,ગ્રામજનો ,સમાજ્જનો સભ્યો સૌ ને આ શોક સભામાં આંખોના ખુણા ભીંના કરી મુક્યા હતા.
બીજી બાજુ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયનના પ્રમુખ સેવક શાંતિલાલભાઈ પોતાના જોડીદારની સાથે જે ચોકમાં ચાર મહિના પહેલા વાજતે – ગાજતે ભારે ઉત્સાહ સાથે ઉત્સવો કર્યા હતા અને એ જ વ્યક્તિની જ ચોકમાં શોક સભા કરવી પડશે, આ નાથી વધારે બીજું દુઃખ શુ હોય..? મેં તો જોડીદાર ખોયો..ભીંની આંખો સાથે વધારે બોલી શક્યા નહી..
ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ *વિનોદભાઈની આત્માને પોતાના ચરણો માં સ્થાન આપે અને ચિર શાંતિ પ્રદાન કરે. પરિવારને આ આકસ્મિક દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. સમસ્ત સમાજ તેમજ યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન પ્રભુને પ્રાર્થના કરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
જય હો*
✍️ મનોજ વાઘાણી..
PRO. યુવાસંઘ પશ્ચિમ કચ્છ રિજીયન..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…