🔷 ઊંડા અભ્યાસુ…
આ માણસને નાનામાં નાના વર્ગેના લોકો મબલખ પ્રેમ કેમ કરે છે…?? મને પણ પ્રશ્ન થતો હતો..! નજદીક થી જાણવાનો ચાન્સ મને લાસ્ટ 6 મહિના પહેલા મળેલ, ગમે તેવો મિલિટરી માઇન્ડનો ગરમ મિજાજ નો માણસ ભાઈ જોડે બેઠક કરે એટલે ઠરીને ઠીકરું કરી મૂકે..! સમયના પાક્કા બંધાણી માણસ , દરેક કામ સિસ્ટમથી કરવું એ એમનું જભરુ સિક્રેટ..ભાઈનું માનવું છે કે જે કાર્ય કરો તેમાં 100% ઊંડા ઉતરો, અભ્યાસ કરો તો અનુભવ પ્રાપ્ત થશે અને એ અનુભવના દમ પર તમે દુનિયામાં ક્યાં એ મુંજાશો નહિ …!
દાડમની દવાના કન્સલ્ટ જેમની કોપી કરે…!! દેડકાએ મરી જાય એવા ખારાશને ક્ષારવાળા અને મોળા પાણી થી ગોદડિયા વિસ્તારની જમીન પર જેમને પોતાના કાબલિયતના દમ પર , એકરોના એકર માં લીલાછમ , નંબર -1 ક્વોલિટીના દાડમના બગીચા તૈયાર કર્યા છે..! મોટા ગજાના ખેડૂતો જેમનું મેનેજમેન્ટ જાણવાના અર્થે ફાર્મ વિઝિટ કરે આ બધું ધગશ , લગનના બળ પર કેટલાય વર્ષો ખર્ચી નાખ્યા છે તળેટી થી ટોચે પહોંચવા માટે..
આપણા કારણે નાનામાં નાના ઘરના લોકોનું ગુજરાણ ચાલવું જોઈએ એવી વિચારધારા , ઝીણી નઝર ધરાવતા અને એવી સિસ્ટમ બનાવવી છે. આજની તારીખમાં અંગીયા અને આસપાસના વિસ્તારમાં સૌથી વધારે મજૂર વર્ગેને રોજગારી પૂરું પાડતું ફાર્મ જો કોઈ હોય તો તે છે અંગીયા મોટા સ્થિત આવેલ “માં ગંગા ફાર્મ” (જાણે મોટી ફેકટરીમાં મજૂરો કામ કરતા હોય..)
🔷 દિલના દિલાવર માણસ…
મારા કારણે હજારો માણસોના કામ થવા જોઈએ એવી જેની વિચારધારા , તન ,મન અને ધનથી આજની તારીકે કેટલાયે ગરીબ પરિવારો ને આર્થિકરીતે મદદરૂપ થવામાં, અટકેલા અને મુંજાયેલા લોકોના કામ પાટે ચડાવવામાં મહેન્દ્રભાઈનો સિંહ ફાળો છે.. લોકો મહેન્દ્રભાઈ જોડે લાગણી થી જોડાયેલા છે. દવાખાનું હોય ,એજ્યુકેશન હોય , સેવાકીય કેમ્પ હોય , સમૂહ લગ્ન હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ આ બધી જગ્યાએ મહેન્દ્રભાઈએ છુટાહાથે પોતાનું યોગદાન આપેલ છે..
🔷 સ્વભાવે મિલનસાર..
ઉદાર હૈયાના , લોકો સાથે જભરો તાલમેલ અને પંચાયટી કાર્યોમાં સારી એવી પક્કડ ધરાવતા , જ્યારે પણ જરૂર હોય ત્યારે હાજરા હજુર તેવા મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા મહેન્દ્રભાઈ પરબતભાઇ પારસિયાનો આજરોજ જન્મ દિવસ પ્રસંગે અઢળક શુભેચ્છાઓ…
વાડીમાં વ્યસ્ત, તનથી તંદુરસ્ત , મનથી મસ્ત અને જીવનમાં જબરદસ્ત રહો તેવી માં ઉમિયાજી ને પાર્થના..
જય હો
✍️ મનોજ વાઘાણી – 96017 99904
નાના અંગીયા..
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…