Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 228… સાદગી પૂર્વક આઠમના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરતું લક્ષ્મીનારાયણ સમાજ અંગીયા..

#जिक्र का जंक्शन 228… સાદગી પૂર્વક આઠમના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરતું લક્ષ્મીનારાયણ સમાજ અંગીયા..

       ગામડિયા ગામ માં અને તેમાંય નખત્રાણા કે પાટીદાર વસ્તી ધરાવતા ગામડાઓમાં સાતમ-આઠમ આવે એટલે રોનક અને રમઝટવાળો માહોલ જ હોય. ધંધાર્થે બહાર-ગામ વસતા લોકો વર્ષમાં એક – વખત સાતમ – આઠમની ઉજવણીઓ કરવા પોતાના માદરે વતન અચૂક આવતા હોય છે..

         શ્રી લક્ષ્મીનારાયણ મંદિર – નાના અંગીયા


       તેમાંય વડીલ વર્ગેના લોકો કહેતા હોય કે કચ્છમાં આવીએ એટલે જાણે આખા વર્ષ માટે રિચાર્જ થઈ જતા હોઈએ..દેશી ઘીનાં જાત મહેનતે બનાવેલા લાડુ અને પાંચમ થી લઈને આઠમના આખી રાત્રી સુધી વાગતા “ઢોલ” અને જુગારી ઓ માં દે “ખોલ” ની મોજ કાંઈક અલગ હોય..


     અંગીયા ગામે આ વખતે તમામ ઉજવણીઓ મુલતવી રાખી હતી. Covid-19 કોરોના એ સમાજ ના આશાસ્પદ યુવાનો,વડીલોનો ભોગ લીધો છે.ક્યારે ન ભૂલી શકાય એવા માવતરે પોતાના વહાલસોયા ખોઈ નાખ્યા છે એના માન અને સન્માનમાં સમાજના બુદ્ધિજીવીઓ એ વિચારવિમર્શ કરીને આ વખતની સાતમ-આઠમની ઉજવણીઓ અંગીયા સમાજે મુલતવી રાખી હતી.
વિડિઓ નિહાળવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો
      https://youtu.be/zphZJZuVzNo

     આઠમના રોજ માત્ર 1 કલાક સાદગી પુર્વક કૃષ્ણ જન્મની ઉજવણી આરતી ભજન – કીર્તન કરી અને પ્રસાદ લઈને સૌ સમાજજો છુટા પડ્યા હતા..

“જય હો”

વિડિઓ બાય..
શરદ નરશીભાઈ પોકાર

✍️ મનોજ વાઘાણી
    નાના અંગીયા (કચ્છ)

Exit mobile version