Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 226. Morning Musings…

 #जिक्र का जंक्शन 226. Morning Musings… (ઓટોમેટિક વિચારો અને રિએક્શન)


આપણા મોટાભાગના વિચારો અનકોન્સિયસ હોય છે. ઇન ફેક્ટ, આપણે જેને કોન્સિયસ વિચારો કહીએ છીએ તેમાંથી ઘણા વિચારોનું મૂળ અનકોન્સિયસ પ્રોસેસમાં હોય છે. આપણે આપણા ઓટોમેટિક રિએક્શન્સ અને વિચારોની પેટર્નના ‘ગુલામ’ હોઈએ છીએ, તેનું અસલી કારણ આપણા મગજની અનકોન્સિયસ પ્રોસેસ છે.


આ કોમ્પ્યુટર જેવું છે. કોમ્પ્યુટર ઓપરેટર જેનાથી સભાન (કોન્સિયસ) પણ ન હોય તેવાં હજારો નાનાં-મોટાં કોમ્પ્યુટેશન્સ એક કમાન્ડને પૂરો કરવા માટે મશીનમાં થતાં હોય છે. મગજનું પણ એવું જ હોય છે. આપણી જાણબહાર અંદર અનેક કોમ્પ્યુટેશન્સ ચાલતાં હોય છે (કોમ્પ્યુટરનું મોડેલ જ માનવીય દિમાગ પરથી બન્યું છે)

🔷 પ્રશ્ન એ છે કે આપણા અનકોન્સિયસને કોન્સિયસ કરી શકાય..?

આપણે આપણા ઓટોમેટિક વિચારો અને રિએક્શનમાંથી મુક્ત નહીં તો, તેનાથી સભાન થઈ શકીએ?
કલ્પના કરો કે તમે કારમાં જઈ રહ્યા છો. કાર સંપૂર્ણ ઓટોમેટેડ છે. તમે સ્ટિયરિંગ પકડી રાખવા, બ્રેક – ક્લચ પર પગ રાખવા અને રોડ પર એકદમ નજીકમાં આસપાસ નજર રાખવા માટે 10 ટકા કોન્સિયસ વિચારનો ઉપયોગ કરો છો અને બાકીની 80 ટકા કોન્સિયસનેસનો ઉપયોગ ઓફિસમાં શું કરીશું, મિટિંગ કેવી રીતે કરીશું, રિપોર્ટમાં શું લખીશું વગેરે વિચારો કરવામાં થાય છે. અકસ્માતો થવાના કારણોમાં આવું બેધ્યાનપણું


હવે કલ્પના કરો કે તમે બીજા તમામ વિચારો બંધ કરીને માત્ર કાર ઉપર ફોકસ કરો છો. તમે કારનો અવાજ સાંભળો છો, તમે સ્પીડ જુઓ છો, તમે હાથ-પગની મૂવમેન્ટ પર નજર રાખો છો, તમે આવતા-જતા વાહનોને જુઓ છો અને તમને રોડની કન્ડિશન પણ દેખાય છે. ટૂંકમાં, તમે તમારી અને કારની ક્રિયા અંગે સંપૂર્ણ સભાન છો. તમે બેધ્યાન નથી.


વિચારોનું પણ આવું થઈ શકે. વિચારો ઓટોમેટિક અથવા પરિસ્થિતિજન્ય હોય છે. આપણે તેને રોકી ન શકીએ, પણ એવી જ રીતે સભાન થઈ શકીએ, જેવી રીતે આપણે કારમાં આપણી અને કારના મશીનની ક્રિયા પ્રત્યે થઈએ છીએ. તેના માટે પ્રેક્ટિસ જોઈએ.


મેડિટેશનનો અર્થ જ વિચારો પ્રત્યે સજાગ થવાનો છે. સજાગ થવું એટલે વિચારોના પાવરને નબળો પાડવો અથવા તેના પર લગામ ખેંચવી.
“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp Group..


Exit mobile version