#जिक्र का जंक्शन 162.. અષાઢી આકાશમાં વીજળીના ચમકારા કરતો વિડિઓ વાઈરલ..વરસાદી સીઝનનો ત્રીજો રાઉન્ડમાં ભુજ અને નખત્રાણામાં આકાશી વીજળીના કડાકા કેમેરામાં કેદ ⚡☔☔⛈🌩🌧

બે-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટનો અનુભવ કચ્છવાસીઓ કરી રહ્યા છે.દરરોજ બપોર-બાદ જાણે અષાઢી વાદળ હમણાંજ વરસી પડશે એવું વાતાવરણ તો બનતું હતું પણ મેઘરાજાનું મન નહિ..!!આજ અચાનક સાંજના સાતેક વાગ્યાની આસપાસ કડાકા-ભડાકા સાથે નખત્રાણા તેમજ કચ્છભરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડયાના વાવડ મલી રહ્યા છે..

આશરે એકાદી કલાકમાં દોઢ થી બે ઈંચ જેવું પાણી વરસી જતા વાડી-વગડાના મોલ વૃદ્ધિ થવામાં આ સીઝન નો ત્રીજો રાઉન્ડ આર્શીવાદ રૂપ સાબિત થશે..!!નખત્રાણા પંથકમાં અંગીયા,વિથોણ,દેવપર, આણંદપર,યક્ષ,સાંગનારા, બેરું,કોટડા,ઉગેડી,રસલિયા વગેરે ગામોમાં સાંજના સમયે સારો એવો વરસાદ વરસી ગયો..


ત્રીજો રાઉન્ડ કડાકા – ભડાકા સાથે આવ્યો હતો. ભુજ આઈના મહેલના આકાશી બેકગ્રાઉન્ડમાં ઉભી વીજળી અને નખત્રાણા આડા લીસોટા કરતી કેમેરામાં મિત્રોએ કેદ કરી હતી,તે પિયુષ રૈયાણી – નખત્રાણા સંચાલિત (વરસાદ માહિતી ગ્રૂપમાં) વિડિઓ શેર કરવામાં આવ્યો હતો…

‘જય હો’

✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

— Thank You —


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *