Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 147….. રિવર્સ સ્વીપમાં ‘રાજેશ’ ટેનિસ ક્રિકેટનો ટારઝન

#जिक्र का जंक्शन 147….. રિવર્સ સ્વીપમાં ‘રાજેશ’ ટેનિસ ક્રિકેટનો ટારઝન એવો ગેંદબાજો પર હાવી થતો ગઢવી… (જન્મ દિવસની શુભેચ્છાઓ)

        સ્વભાવે હસમુખો અને બોલકો એટલે એક વાતનો અંદાઝ લગાડી શકાય કે #વકીલના ચોપડા વાંચ્યા છે.માર્કેટમાં જ્યારે મળે,જેને મળે સર્વને ભાઈ જય માતાજી કહેતો જો સાંજના ભાગમાં દેખાય તો ક્રિકેટ ડ્રેસમાં સજ્જ હોય..!!હા ઉપર વાઇટ કલરનું કોલરમાં ‘બ્લુ’ પટ્ટાવાળું બંડી જે કોઈક #રણજી #પ્લેયર્સની યાદ અપાવે..!!અને એ પાછી રાજાની ઓળખ જો સવારે મળે તો પ્રોફેશનલ કપડામાં અપ ટુ ડેટ જ હોય..!!
        #નાઈટ ટેનિસ #ક્રિકેટમાં મેં કેટલીયે #ટુર્નામેન્ટમાં ઓપનિંગ કરતો જોયો છે.પાછો ઓપનિંગ કરે અને આતશબાજીની જેમ દર્શકોનું ભરપૂર મનોરંજન કરે..!!રાજાનો રિવર્સસ્વીપ અંદાઝ (#નખત્રાણાના બે પ્લેયર્સ એમાં એક રાજેશ ગઢવી અને બીજો લક્ષમણસિંહ સોઢા) મને જબરદસ્ત ગમ્યો છે એનું કારણ,બોલ ઓછાને રન હોય જાજા એટલે જોયાવાળા ને મોજ પડે જ.તેની રમતના 60% રન રિવર્સ સ્વીપથી જ હોય તેમાં સિક્સર મારે એટલે પ્રેક્ષક પોકારે ભાઈ ભાઈ..!!ઓપનિંગમાં રાજો રન કરે તો 70% મેચ ટીમ જીતે એવા દાખલ છે..
       #શિયાળો આવે એટલે નાઈટ ક્રિકેટની સિઝન હોય,આ સીઝનનો ફાયદો દરેક ટુર્નામેન્ટમાં ભાગ લઈને ઉઠાવે.ટેનિસ ક્રિકેટની કેટલીયે ટુર્નામેન્ટમાં ટીમને વિનર બનવવામાં મહત્વની ભૂમિકા દેખાડનાર Adv Rajesh Gadhavi રાજેશ ગઢવીના નીચે ફોટો જોઈને અંદાઝ લગાડી શકાય છે.ક્રિકેટનો ભારે શોખ છે એવા આ #ગઢવીને આજરોજ જન્મ દિવસની શુભેચ્છાઓ. આઇ શ્રી માં મોગલ આપણી ચડતી રાખે તેવી પ્રાર્થના…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version