યક્ષના મેળે ફરવા નીકળ્યા હો અને ઘરેથી અનેક સપનાઓ જોયા હોય..!!(હું રેન્ગલરમાં,રાજમાં,પિંજરામાં, ટોરાટોરામાં,વહાણમાં,ડ્રેગણમાં વગેર ચિચુડે ચડીને નિરાંતે બેસીશને મેળાની મોજ માણીશ) તમારો વગ અને ઓળખાનને કારણે તમને ચિચુડામાં બેસવાનો ફ્રી ઓફ પાસ મેળવ્યો હોય..!!જેવા પોહચોને અને ભલાનો ભાઈબંધ કહે…??મેળામાં ભાઈઈ ચકડોળની ચાકી મને ઢીલી લાગે છે.માત્ર એંગલના આશરે અટક્યું પડ્યું હે,ક્યારે લટકીને ટપકી પડે કાઈ નક્કી ની..!! તો તમે બેસો ખરા..???તમે દરરોજ ડર વગર અને રાત્રે ટોર્ચ વગર ટટ્ટાર જે રસ્તે પગે પસાર થતા હો ને ક્યારેક ભલાના ભાઈ કહે..?? થોડીવાર પહેલા આ શેરીમાં સાપ જોયો મેં ભાઈ..!! પાછો કળોતરો અને ઉપરથી લાંબો છે.એની તમે પુરી વાત સાંભળો એના પહેલા તો અવનવા વિચારો ફૂટે તમારા મસ્તિષ્કમાં..!!પછી જોઈ તમે કેવી છાતી કાઢીને ચાલો છો.ટટ્ટારમાંથી તમારા ટાંટિયા ઢીલાં અને વાંકાને સતર્ક કરી મૂકે..!!!!
જ્યાં સુધી તમે ખતરા ની ખાતરીપૂર્વકની જાણકારી નથી ત્યાં સુધી તો ડર કોને કહેવાય એની ખબર જ નથી.બીક એ એવો અંદરૂની અહેસાસ છે,જે અંદરથી શંકા પેદા કરે અને તમારો કોન્ફિડન્સ ઢીલો કરીને તમને જાતભાતના વિચારોમાં વિચારતા કરી મૂકે..!!નીચે ફોટો પર આપ જોવો તો ખ્યાલ આવશે કે જાણકારી ના હોય ને તો તમને જાનની પણ પરવાહ નથી..!!(આ પુલ પર પસાર થતા જો કોઈને ખબર પડે કે નીચે ભાઈ શેર છે તો હરામ જો આગળ જાય) ભલભલાના ધોતિયા ઢીલાં ને પેન્ટ પલાળી મૂકે…!!
ફોટો ક્લિક કરનારને દિલથી સલામ…
ફોટો સેન્ડર…
Anilbhai Makani..
Membar of
Piyush Raiyani Patidar Cricket Group
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904