#जिक्र का जंक्शन 134… તકલીફો થી ટેવાઈ જશો તો..?? મોજેમોજ મિત્રો રોજેરોજ છે..!! જમાવટવાળી જીવાતી જિંદગીમાં ”જમા(પ્લસ) પર એક રચના વાંચવા આપ નઝર નીચે ફેરવો…😍😍😍😍❤❤
કુદરતની દરેક ક્ષણને નીચોવીને જીવું છું મિત્રો ‘મોજમાં’
તારણહાર અને સર્જનહારના સાક્ષાત્કારની આજકાલ છું ”ખોજમાં’
હાલે પડ્યું એમ કહીએ સૌને,એવો વ્યવસાય છે ”રોજમાં’
ઓચિંતી ‘ઝલક’ બતાવશું,ત્યારે દુનિયા કહેશે કે ભાઈ છે જભરા કામ ‘કાજમાં”
ખૂંચે છે ખીલ્લીની જેમ અમુક દગાબાજ,મિત્રો કહે અત્યારે તું ‘બાજમાં’
રોકે છે દાદાવારના સત્કર્મો ને સંસ્કાર,એ કર્મો ને કારણે જ છીએ ‘લાજમાં’
મોટા યક્ષના મેળે મળશું ને ઝૂલશું,એ હાલજો મિત્રો બેશું ચિચુડે ”રાજમાં”
એનેને,શણગારેલા યક્ષદાદાના શિખરેથી શેરી જોશુ,પછી જમશું ”લોજમાં”
વરસશે વ્હાલો તોય ગરમી બપોરે બેહાલ કરે,એમ થાય થોડીક ઠંડક માટે પડીએ ”હોજમાં”
ભાદરવો ભડાકા ને કડાકા સાથે વર્ષે છે આજકાલ ”સાંજમાં’
આવનાર દિવસમાં હજુપણ વરસશે એવી આગાઈ છે પેપર ”આજમાં”
મેઘરાજા મિત્રો ચૂકવે છે બાકી રહેલ 2018 નો હિસાબ ”વ્યાજમાં”
મોસમને મનભરી માણી શકું એવી અપાર શક્તિઓ ભીતરભરી દે ઈશ્વર ”મુજમાં’
તું આસપાસ છે મને એવી સંપૂર્ણ દ્રઢ શ્રધ્ધા છે સર્જનહાર ”તુજમાં”
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904