#जिक्र का जंक्शन 130… તળીયાઝાટક થી તબિયત તરોતાજા કરતું તરબતર તળાવ… અનરાધાર વરસાદથી ઓગણી ગયેલ અગિયાંનાં તળાવને અગિયાર ઓગસ્ટના વધાવતાં અંગીઅંશ…🌦🌦🌊🏊🏊
અંગીયાના વડીલો અને બુદ્ધિજીવી લોકો આપશમાં વાતચીત કરતા હોય છે કે આપણી ભૂખી નદી બે કાંઠે વહે અને મેઘસર તળાવ ઓગણી જાય એટલે સમજવું કે આખાયે કચ્છમાં મેઘમહેર સારી થઈ હશે…!! કેમકે ભૂખીને આવતા 6 થી 7 ઈંચ અનરાધાર જોવે સાથે ડેમ,ચેક ડેમ,તલાવડીને તરબતર કર્યા પછી આગળ વધે અને ઉપરથી નામ પ્રમાણે તેના ગુણ એટલે આવતા-આવતા રસ્તામાં જ ચુસાઈ જાય..!!!!વાત આપણા તળાવની તો તળિયામાં પંચર છે એટલે મેઘસર 90% દિવાળી સુધીમાં તળિયાઝાટક થઈ જાય છે..😑😑
અગિયાર ઓગસ્ટના અંગીયામાં આંખ ઠારે તેવા સુંદર દૃસ્ય રચાયા છે સાથે દરેક અંગીયા નિવાસી (કચ્છ તેમજ કચ્છ બહાર વસતા) ના દરેકના હૃદય સમાચાર સાંભળીને પુલકિત થઈ ગયા છે.વતનમાં મનમૂકીને મેઘો વરસ્યો છે એટલે આવનાર સાતમ-આઠમ જોરમાં જશે જ સાથે ચારેતરફ લીલોતરી છવાઈ જશે અને પ્રકૃતિ ખીલી ઉઠશે..
નાના-અંગીયા ગ્રામપંચાયતના સરપંચ અને ઉપસરપંચશ્રી તેમજ ગ્રામપંચાયતના સભ્યો સાથે સમાજના આગેવાનો અને ટાબરીયાથી લઈ નાના-મોટા સૌ ગ્રામજનોની મોટી ઉપસ્થિતિમાં અંગીયાના ઓગણતાં તળાવને વધાવામાં આવ્યું તેની આછેરી #EkZalak …
‘જય હો’
ફોટો સેન્ડર…
મહેશ બાવાજી,શરદ પોકાર,હર્ષ રૂદાણી..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904