Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 129… આવતીકાલની અનરાધાર આગાઈના આગમનમાં

#जिक्र का जंक्शन 129… આવતીકાલની અનરાધાર આગાઈના આગમનમાં અંગીયાનું અષાઢી આકાશ….,🌧🌪🌦😍

               જોઈએ સોમવારની શરૂઆત કેવી થાય છે..??અષાઢ અધૂરી આશા સાથે પૂરો થશે એને એકાદું અઠવાડિયુ માંડ બાકી હશે પણ જોઈએ એવો આવ્યો નહીં એટલે આશા પર જરૂર થોડીક ઘણી તો નિરાશા છે જ.(ઝરમર અને ઝાપટા થી જળાશયો થોડીના ભરાય) સોમવારે અને મંગળવારે હવામાન ખાતા એ ફરી વરસાદની કચ્છ પર આગાઈ કરી છે ત્યારે આપણે સૌ આશા રાખીશું કે આગાઈ સાચી પડે અને અનરાધાર વરશે મારો વ્હાલો..🌧🌧🌧😎😍😍
             અષાઢી આકાશ જોઈએ એટલે આશા 100% બંધાય છે.ઉપર સિસ્ટમ બનેલી જ છે માત્ર આપણે ત્યાં લો પ્રેશર થાય એવું વાતાવરણ ઉભું કરવાનું રહ્યું..!!(વધારે વૃક્ષોનું વાવેતર કરવાથી વધારે પડતો લાગતો વા બંધ થાય) વા જ વાતાવરણ વિખેરી નાખે છે ત્યારે સૌ કચ્છ પ્રેમીઓ જાગૃત થઈને વૃક્ષો વાવીએ અને ઉછેરીએ એવી અપેક્ષાઓ…

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version