#जिक्र का जंक्शन 128… તન ને તંદુરસ્ત અને મન ને મજબૂત કરવાનો અક્સીર આસન એટલે યોગ+આસન,પ્રાણાયામ,ધ્યાન (અઢી કલાક આસનનો અભ્યાસ કરતા અંગિઅંશની એક ઝલક)
બરાબર વહેલી સવારે 5.30 થી 7.00 કલાક દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ સમાજ નાના-અંગીયા મધ્યે પતંજલિ યોગ સમિતિ-નખત્રાણા દ્વારા યોગ પ્રાણાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાજના મોટી સંખ્યામાં શરીર પ્રત્યે સજાગ ભાઈઓ અને બહેનો જોડાયા હતા..
પતંજલિ યોગ પીઠ હરિદ્વારના સાધ્વીશ્રી દેવઅદીતિજી દ્વારા આજની શરીરની મોટી સમસ્યામાં જે માથાનો દુખાવો બનતી જાય છે,તેમાં ખાસ કરીને મોટાપો,શરીરમાં થતા અસાધ્ય રોગો તેમજ માઈન્ડ પાવર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે ટિપ્સ આપી હતી..
શ્રી લક્ષ્મીનારાયણ સમાજ- નાના અંગીયા મહિલા મંડળના ઉપ-પ્રમુખશ્રી પાર્વતીબેન સામાણી તેમજ મંત્રીશ્રી ઊર્મિલાબેન ચોપરા દ્વારા સાધ્વીશ્રી દેવઅદીતીજી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું..
આ પ્રોગ્રામને સફળ બનાવવામાં વિઠ્ઠલભાઈ શિવજીયાણી તેમજ શાંતિલાલ ચોપરા અને યુવક મંડળના ભાઈઓ જહેમત ઉઠાવી હતી..
‘જય હો’
ફોટો ક્લિક…
મયુર ભગત..
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904