#जिक्र का जंक्शन 127… અંગીયા થી અમદાવાદના રંગે રંગાયેલા જયશ્રી ભાભીને જન્મદિવસ પ્રસંગે અર્પણ….🎂🎂🎂🎂🎂🎂🎂🎂

         વિપુલ અને અમે લગભગ 5 થી 8 મહિનાના વચ્ચગાળામાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ સમયની આછેરી ઝલક પર થોડોક LED લાઈટનો મીઠો પ્રકાશ પાળીએ. જોતજોતામાં તે સફરને આજે આઠ થી નવ વર્ષ થઈ ગયા..અમેં પણ ત્યારે નવયુગલ એટલે લીલાંમાસી ભાણેજને નોતરેજ..!!વાનીલા થવા એ સમયે Jignesh Keshrani ને ભાવના સાથે મહેન્દ્ર ભગતને એ બન્ને યુગલ અને અમે બે માણ બપોરના અમે સૌ નોતરિયા માસીના વહુ જયશ્રી ભાભીના હાથની અનોખી રેસિપીવાળી રસોઈ જાપટવા પોહચી ગયા.
        એએને સરસ મજાની પાંગતમાં અમે સૌ ગાલમાં ગ્લો કરતી નવી જોડીઓ ગોઠવાઈ ગઈ.ત્યાં ચટાકેદાર અને મસાલેદાર સ્વાદિષ્ટ શાક સાથે શિખંડ પુરી અને કેરી રસનો ધ્રોઅટ કરેલો. ત્યારબાદ બપોરના અલકમલકની વાતું કરી..!!વિપુલને જયશ્રી ભાભી અમારા થી વહેલા પરણેલા એટલે સ્વાભાવિક છે એ અનુભવી રહ્યા એટલે હોટ સીટ પર એ બેસે.!અને #KBCમાં #અભિતાભ #બચ્ચન જેમ સવાલો પૂછે એમ અમને જયશ્રી ભાભી સવાલો કરે.કેમ પરણ્યા પછીની કેવી છે લાઈફ..?આમાં તો કોઈ લાઈફલાઈન ના હોય એટલે જવાબો તો દેવા પડે.😎😃ખૂબ મઝા પડેલી એ સમયે…👌
        અમદાવાદ ભલે આ લોકો રહે છે પણ આજે પણ વતનની માટીની મહેક સાથે જોડાયેલા છે.અમદાવાદમાં વરસાદ પડે એના કરતા અંગીયામાં વરસાદ પડે એના વાવડ જાણવા બહુ તત્પર.વતન તો સૌને પ્રિય હોય અને પોતાની ગામની સાચી કિંમતતો ગામ છોડીને ગયા હોય એજ આંકી શકે.ગામની એક્ટિવિટી-નવાજુની અને ગામની મોજની ખોજમાં હર હમેશ અંગીયાનો બહારગામ વસતો વ્યક્તિ કરતો હોય છે.ગામના ખબરઅંતર જયશ્રી ભાભી અવારનવાર પૂછતાં હોય છે એ પરથી લાગ્યું કે અમદાવાદના રંગે ભલે રંગાયેલા હોય પણ અંગીયા વતનનો પાકો કલર ગયો નથી..

રવિવારી મોજની ખોજમાં,અમે કાંકરીયા પારે ‘ફરશું’
પછી થાકશું એટલે અમારા ‘ઇ’ વિપુલ સાથે બાંકડામાં ‘બેસું’

સેન્ડ અને શેર કરશું એના ત્યાં બેઠા મેસેજના સ્ટેટસ ‘લખીશું’
કાંકરિયાના કિનારે કર્ણાવતીની બે-ચાર દાબેલી પેટ ભરીને ‘દાબીશું’

અંગીયામાં છે વરસાદ…??એવા ખબરઅંતર અવારનવાર પૂછી ‘લેશું’
મેઘ મહેરના હોય સારા વાવડ તો,અમે પણ સગા વહાલાને ‘કેશુ’

તમે આવો કે ના આવો અમે દર વર્ષે ઉત્તરાયણનું આમંત્રણ ‘દેશું’
મનોજભાઈ તમે ને ભાભી આવો તો ખરા,ધાબા ઉપર સૌના પતંગ છબકે કાપી ‘નાખીશું’

લીલા માસીને જેન્તિમાસા કહે,પોતરા પાછળ દોડાદોડી તે સિવાય અમને કામ ‘શુ’
માસી કહે, વહુ ‘જશુંશુશું’ અમદાવાદમાં પ્લોટ ‘લેશું’ બસ એજ પ્રભુને પ્રાર્થનામાં યાદ ‘દહેવરાવશું’

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *