#जिक्र का जंक्शन 125… (પોલીસ ઓફિસર પાપા સ્વ.લખધીરસિંહનો લાલો લકકીરાજ) વડવાકાયા સ્કૂલનું પ્રતિનિધિત્વ કરતું પ્રિન્સીપાલનું પાત્રના રૂપમાં,નામ તેવું જ વ્યક્તિત્વના માલિક મિત્ર ”વિરલસિંહ લખધીરસિંહ જાડેજા” (બાપુની સફર PTC થી Principal પર આવનાર સમયમાં પ્રકાશ પાડશું..😍😎)
          આમ જોવા જઈએ તો 31ની નાની ઉંમરે સ્કૂલમાં બાપુ સ્ટુડન્ટસ સાથે શિક્ષકોના પણ બોસ કહેવાય એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી..!!મારે તો જે રિયલ દેખાય એને રજૂ કરવાનું હોય.(અમે સૌ મિત્રો ખૂબ રાજી છીએ,જે સ્થાન પર અત્યારે વિરલસિંહ બિરાજમાન છે)પોતે દરબાર,પણ તેમાં જરાયે ‘બાપુશાહી’ નહીં અને જમીનથી જોડાયેલો સાવ સરળતાથી સૌ સાથે સેટ થઈ જાય એવું વિરલ વ્યક્તિત્વ. દેખાવે સુંવાળો-સુંવાળો હેન્ડસમ અને બ્રાઈટનેસ તો બોલિવૂડની હિરોઈન જેવી..!!વિરલસિંહ બાપુને તડકામાં જોવો એટલે એકદમ લાલ ટમાટર જેવો..!ચૂંટી ભરાવો તો લોહીની સેડ ઉડે અને અમે એના આગળ ત્યારે ક્રિસ ગેલ જેવા લાગતા.🙄🙄(આમ સુંવાળો પણ સ્વભાવે સિંહ જેવો)
            માણવા જેવો માણસ આ અમારો વિરલસિંહ નખત્રાણા બાજુ શિક્ષકોની મિટિંગ માટે આવે ત્યારે અચૂક મુલાકાત કરે અને સૌ મિત્રોને દિલથી યાદ કરીને ખબર અંતર પૂછે.મોટાઈમાં ક્યારે માણસાઈ નહીં ભૂલી જવાની એને જોઈને શીખવા મળે.બાપુ સ્કૂલ ટાઈમે પણ ક્રિકેટ સારું રમતા અને આજે પણ એ શોખને દોવવરાવીને સિઝન ક્રિકેટમાં ધમાકેદાર પરફોર્મન્સના જોરે ઘરે સમાતા નથી એટલા શિલ્ડનો દર વર્ષે ઢગલો કરે છે..!!
           બાપુ વિશે તો
( PTC થી Principal) ની સફર વિશે તો લખવું જ છે પણ અત્યારે સમયનો અભાવ છે.બાપુ વિશે તો બહોળું લખી શકાય એટલો હું એનાથી ચીરપરિચિત છું.મતલબ સ્ટોરી બંને પિકચરની..!!પણ આજે તો બસ આટલું એના જન્મદિવસ પર.જીવનમાં જોશમાં રહો,મોજ અને મસ્તીમાં રહો અને સવારે સાડાચારે ઉઠીને કસરત કરીને તંદુરસ્ત રહો તેવી પેજ Ek Zalak અને મનોજ વાઘાણીની હૃદયપૂર્વક શુભકામના….
‘જય હો’
 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904
———————
# Zikr Ka Junction 125 … (Police Officer Papa Late Lakhdhirsinh’s Lalo Lakkiraj) Representing the principal of Vadvakaya School in the form of a character, the name is the same personality owner friend “Viralsinh Lakhdhirsinh Jadeja” (Bapu’s journey from PTC to Principal will be highlighted in the coming time ..😍😎)

          In this way, it is no exaggeration to say that at the young age of 31, Bapu is also called the boss of the teachers along with the students in the school .. !! I have to present what looks real. Durbar himself, but not ‘Bapushahi’ at all and a rare personality who is easily attached to everyone connected to the land. Smooth-looking handsome and brightness is like a Bollywood heroine .. !! Seeing Viral Singh Bapu in the sun is like a red tomato ..! If you pick it, the blood will fly and we will look like Chris Gayle in front of it. Like a lion)
            A man like to enjoy, when he comes to our Viralsinh Nakhtrana side for a teachers’ meeting, he always visits and remembers all his friends from the bottom of his heart and asks for the distance. In season cricket, heaps of shields are piled up every year because of his explosive performances .. !!
           I have to write about Bapu (PTC to Principal) but now there is a lack of time. I am well acquainted with Bapu so much can be written about him. I mean the story of both the pictures .. !! But today is just so much on his birthday. Page Ek Zalak and Manoj Waghan’s heartfelt best wishes for being energetic in life, having fun and getting up in the morning and exercising to stay healthy …

‘Jai Ho’

Manoj Waghani ..
9601799904


–Thank You–


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *