Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 124… થાક,આસ્થા,શ્રધ્ધા,બંદગી માણસને માણસપણા હોવાનો અહેસાસ કરાવે છે.

#जिक्र का जंक्शन 124… થાક,આસ્થા,શ્રધ્ધા,બંદગી માણસને માણસપણા હોવાનો અહેસાસ કરાવે છે.(વાત વિતેલા વર્ષોની😎) એ ભાઈ-બંધિયા😎😘

              8 કલાક જેની ઓફિસમાં હિમાલયની ઠંડક જેવું વાતાવરણ હોય..!!(ACની ઠંડકની મોજમાં ઈશ્વર બહુ ઓછા યાદ આવે એવું બન્ને)પણ આસો મહિનામાં આ મારો ભાઈ-બધીયો અચૂક માં આશાપુરાને પગે-ચાલીને માતાનામઢ માથું ટેકવવા જરૂર જાય.પહેલા નોરતે પોહચો એટલે ભીડ અને દર્શનાર્થીઓની કતારબંધ લાંબી લાઈનો જોઈને અમુક લોકો હરોરી પડે તેમાંના અમે બે જણા તો ખરા જ..!!કેમકે પગને 10 કલાક પ્રેક્ટિસ વગર આખીરાત પગલાં ભરાયા હોય એટલે શારીરિક થાક અને ઉપર લાઈન જોવો એટલે માનસિક થાક લાગે.એટલે અનાયાસે એક સવાલ ખુદને થાય બાપ રે આવળી ભીડ..? અમારા જેવા માણસને માડીની ધજાના દર્શન થાય એટલે અમે એમ સમજી કે માંના સાનિધ્યમાં દર્શન થયા એવો સંતોષ હૃદયમાં થાય. ખરા અર્થમાં ધન્યતા અનુભવીએ એવો અહેસાસની અનુભૂતિ થાય(મન માં વિચારીએ 9માં નોરતે આવડી ભીડ નહીં હોય ત્યારે આવશું..!🤔)
           કહેવાય નો અર્થ બસ એટલો જ છે.કે એ વાત પરમ સત્ય છે.એક ધારું સતત ચાલીને થાકેલો માણસ ગમે તેવા કચરાવાળા,કાંટાવાળા કે કાકરાંને કાચવાળા પટે બેસી રહે કે લેટી રે..!!એને જે પરમ શાંતિ અને આનંદ ની અનુભુતી થાય એવો આનંદ કદાચ નથી AC ચેમ્બરમાં કે નથી ડનલોપના સ્પ્રીંગવાળા ગાદલાંમાં અને નથી રોટેસનવાળી મખમલી ખુરસીમાં એવું હું માનું છું..
          ભાઈ અશ્વિન ભલે આખો દિવસ ACમાં અને મખમલી ખુરશીની ગાદી કરીને બેઠો હોય,પણ નીચે ફોટો પર એને જે પટે બેઠક કરી છે.આ જે બેઠકમાં પરમ શાંતિની અનુભુતી,આનંદ અને ત્યાં પોહ્યા પછી દિલમાં સંતોષનો હાશકારો રીતસરનો તેના મોઢા પરની પ્રસન્નતાના પ્રસાદ રૂપે જોવા મળે છે. મેં તેને ઓફીસમાં જોયો તેના કરતા વિશેષ ચહેરાની ચમકની ઝલક ત્યારે જોઈ…!
           થાક,આસ્થા,શ્રધ્ધા,બંદગી માણસને માણસપણા હોવાનો અહેસાસ કરાવે છે.મતલબ ડાઉન ટુ અર્થ અને આસ્થા આગળ એટીટ્યુડને અભેરાઈ મૂકી દેવુ.લેપટોપમાં ખનખાખોળા કરતો હતો.આ ફોટો મળ્યો અને વિચાર આવ્યો તો એ વિચારને કાગળ પર તરત જ ઉતારી નાખ્યો..😍😎

‘જય હો’

ફોટો ક્લિક..
કલ્પેશ જબુઆણી… Kalpesh Jabuani

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Exit mobile version