Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 118… ટીટોડીને ‘સિઝેરિઅન’ની ઓફર કરતું

#जिक्र का जंक्शन 118… ટીટોડીને ‘સિઝેરિઅન’ની ઓફર કરતું દેવાશીષના ડો.શક્તિસિંહ સાહેબનું સ્ટેટસ… 😜😜😜🤔🤔🌞🌞😅😭😭

         વાયરો વાહે છે તો પણ..!!દૂધ જેવા ધોળા-ધોળા માણશો જો 5 મિનિટ તડકામાં નીકળે તો..??તેને લાલ ટમેટા જેવા કરી મૂકે તેવી કચ્છમાં હાલના સમયમાં 45 ડિગ્રીની આસપાસ ગરમી પડી રહી છે.ભલ-ભલો,બેલ્લી જેવો બેલ્લી પગરી જાય તેવી અને ફ્રીઝ માંથી બરફની ટ્રે તો તડકે 1 મિનિટ મુકો તો પાણી-પાણી થઈ જાય એવી બાપલીયા ગરમી વારો કાઢે છે કચ્છમાં.
એટલે જ વડીલો કહેતા કે ટીટોડી જો ઈંડા મૂકે તો વહેલી તકે વરસાદી માહોલ સર્જાય.(એમાંએ ટેકરા ઉપર જો ઈંડા મૂકે તો સારા વરસાદના સૂકન કહેવાય) આજકાલ ગરમી તેનું રૂપ બતાવી રહી છે તો સાહેબ પણ કે આપણે પણ નવું સર્જન કરી નાખી..!!ગરમી કેટલા દિવસ સહન કરીએ એટલે આવ ટીટોડી તારું નખત્રાણા દેવાશીષ હોસ્પિટલમાં ‘સિઝેરિઅન’ કરી નાખી એટલે તુએ છૂટી અને અમને પણ ગરમી માંથી છુટ્ટી.જલ્દી આવે વરસાદી મોસમની ઠંડક.

”બાકી સાહેબ સ્ટેટસનો તમારો ‘તર્ક’ કહેવો પડે”👌👌

‘જય હો’

મનોજ વાઘાણી….
(નાના-અંગીયા)
9601799904

Exit mobile version