#जिक्र का जंक्शन 110…. ‘અજય’ની ‘આશા’ આજરોજ 19-5-19 ના પુત્રરૂપે પરિપૂર્ણ… (સંગમ કટલેરીવાળા અજય અને આશાને અઢળક શુભેચ્છાઓ)🇮🇳💐

        અજયભાઈ સ્વભાવે શાંત,ધૈર્યવાન અને બહુ ધીમેથી મીઠું બોલવાવાળા.આમ તો રુટિંગ લાઈફ એમની,આખો દિવસ કટલેરીની અવનવી આઇટમોના વેચાણમાં,બાયું જે ભાવ કસાવે એની રકઝકમાં પસાર થાય…!એટલે સમય જતા પોતે સૌ સાથે સેટ થાય એવા માખણ જેવા મુલાયમ મળતીયા સ્વભાવના થઈ ગયા..અજયભાઈના ધર્મપત્ની આશાબેન આમતો અવનવી આઇટમો અને નિત-નવું શિખવાના શોખીન.2016ની આસપાસ બેરું રોડ પાસે મને બરાબર ખ્યાલ છે,સીવણના ક્લાસ કરવા આવતા..
       ખુશ્બૂ અને આશાબેનની સેમ પોઝિશન.બન્નેનો ડિલિવરી ટાઈમ લગભગ સેમ.અને હોસ્પિટલમાં હિમોગ્લોબીનના ઇન્જેક્શન પણ સેમ દિવસે ચડે.એટલે આ બંને એકબીજાથી એકદમ પરિચય થઈ ગયું.એક બીજાના મોઢા જોઈને વાતું કરે ક્યારે છૂટશું..!!હું અને અજય આશ્વાસન આપીને કહી કે આઠ મહિના નીકળી ગયા,હવે તો કાઢી-કાઢીને લખેલા દિવસો કાઢવવા છે.આ હોસ્પિટલના દિવશો પણ ખૂબ યાદ રહેશે.હવે તો બન્નેના ઘરે પુત્ર-પ્રાપ્તિ થઈ એટલે આ બંને મહદઅંશે પીડા ભૂલી જ જશે..!!
       આજ રોજ 19-5-19 ના રોજ મિત્ર અજય અને આશાબેનના ઘરે પુત્રનો જન્મ થયો છે.(ખુશીનો માહોલ છે)માતા-પિતા અને દાદા-દાદી તેમજ કાકા-કાકીની ખૂબ સેવા કરે એવા આર્શીવાદ.પુત્રને ઇષ્ટદેવ લાંબી આયુષ્ય પ્રદાન કરે તેવી અઢળક ‘મનોજ વાઘાણી’ અને પેજ ‘EkZalak’ની શુભેચ્છાઓ.

‘જય હો’

મનોજ વાઘાણી…
(નાના-અંગીયા)
9601799904

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *