Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 108…. 12-5 ના એકમેક થશે અક્ષય(અકકી) અને અંકિતા..😍😙✌🇮🇳

#जिक्र का जंक्शन 108…. 12-5 ના એકમેક થશે અક્ષય(અકકી) અને અંકિતા..😍😙🇮🇳 અક્ષયના લગ્નની રૂપરેખા દર્શાવતી અક્ષયના હુલામણા નામ ”અકકી” શબ્દ પર મારી એક ‘કવિતા’… (આગોતરી લગ્નજીવનની આ નવદંપતીને એક ઝલકની શુભેચ્છાઓ)

       મારી સાથે અંગીયાના ‘ભાભીયું’ વારંવાર જોથ કરે..!!😜🤔😥મતલબ ક્રોસમાં કટાક્ષ કરે.ગામના મારા ચાંગલા પરણેલા ભાઈઓના બચાવમાં જાણે હું વકીલ હઉ એવું મને ફિલ થાય..!!કવિતાની પહેલી પંક્તિની જે રચના છે,તેનો અર્થ અને ઉલ્લેખની ચોખવટ કરું.હું તો મઝાકમાં ગૌરવથી કહું અંગીયામાં પરણવું હોય તો પૂર્વ જન્મમાં પુણ્યનો સ્ટોક હોય..!!ગાયું પૂજયું હોય,વ્રતો કે અઢળક ઉપવાશો કર્યા હોય તો અને તોજ અંગીયા અને અંગીઅંશ તમારા નસીબના દ્વાર ખટખટાવે.મતલબ અંગીયા પરણવા મળે..!!
       જેવી આ વાત કરું એટલે ”ભાભીયું” ફૂલ સ્પીડમાં અને ફૂલ લાઇટમાં મારા ઉપર ચડી આવે..!!મને કે રેવાડે દેને હવે, તારા ભાઈને દે કોણ..!!હું કહું જ્યાં અંગીયાનો છોકરો ઉભો હોય ત્યાં શેરડીના સંચા કને જેમ ‘મધમાખી’ લોઇ પીવે એની જેમ છોકરીઓ ભભરાટ કરે પડી.😘જેમ ખારીસિંગમાં ફૂંક મારીને ફોતરાં ઉડાડી તેમ અંગીયાના છોકરાઓ તો છોકરીયુને કે પરા-પરા🤗😎😎મને કે લેનેને ને હવે..!!ઊલટું છે તારા ભાઈએ ગાયું અને વ્રતો કર્યા હશે એટલે અમે આવ્યું..!!હું કહું તો એમ રાખી તૈ..!!🤔સાચી વાત તમારી ભાભી..!!અમારા ભાઈ પૂર્વ જન્મમાં વ્રતો અને ઉપવાસ કર્યા હશે અને ભૂલથી ભાઈબંધ ભેગી ‘ભેલપુરી’ ખાધી હશે એટલે તમે ભુટકાના😀😀😀😀😅😅😎😎 (પછે ભાભીયું બોલે ખરીયું..??😎)
       કવિતાની બીજી બધી રચના ના અર્થ સમજાઈ જ જશે..!!જે અઘરો અર્થ હતો એ સૌને મેં સમજાવ્યો.😜😜 Akshay Chopra અને અંકિતા 12-5 ના રોજ દામ્પત્યનો દસ્તાવેજ બનાવવા જઇ રહ્યા છે.ત્યારે તેના હુલામણા નામ (અકકી) પર મેં ફ્રી ટાઈમમાં રચના કરી.સૌ આ નવદંપતિને આગોતરી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવશો જી..
લગ્ન જીવન,આપણું ખૂબ જ ખુશખુશાલ રહે તેવી પેજ Ek Zalak અને મનોજ વાઘાણીની શુભેચ્છાઓ..

‘જય હો’

મનોજ વાઘાણી….



Exit mobile version