Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 107…. સેવા કરવી હોય ‘દિકરા’

#जिक्र का जंक्शन 107…. સેવા કરવી હોય ‘દિકરા’ તો સરહદનો સૈનિક થજે અથવા સ્વામિનારાયણના સંત બનજે ને જો સંસારમાં રહેવું હોય તો ડો.શક્તિસિંહ જેવા સર્જન થઈ સેવાભાવી થજે..😍😍🇮🇳🇮🇳😘 ”આજ રોજ મારા ઘેર પુત્ર જન્મ” (બન્ને માં અને દિકરાનો જન્મ તા. સેમ 6-May)

       દરેકને ફ્રીડમ લાઈફ જોવે છે..!!આ દુનિયામાં દરેક દિકરા-દીકરીને પોતાના રીતે સ્વતંત્ર જીવવુ ખૂબ ગમે.કેમકે કોઈને બંધનમાં બંધાવવું ગમતું નથી.અને આજના આધુનિક યુગમાં તમારા જીવનનું રિમોર્ટ કંટ્રોલ બીજાના હાથમાં હોય એ આજકાલના યુવાન-યુવતીને મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે ‘જચે’ ઓછું રયુ..!!મતલબ માં-બાપની સલાહ-સૂચન ગમતા નથી🤔😥😭😭પણ દરેક માં-બાપની દિકરા અને દીકરીઓ પાસે ઘણીબધી નહિ તો,થોડીક ઘણી અપેક્ષાઓ અને આશાઓ ચોક્કસ પણે હોય..!!અમારી બંન્નેની પહેલેથી જ એક આશા છે.કે ઇન્ડિયન આર્મીનો ‘સૈનિક’ બની સરહદ સાચવે અથવા તો સ્વામિનારાયણના સંત બન્નીને અનેકના જીવનમાં પ્રકાશ પાડજે અને જો સંસારમાં રહેવું હોય તો ડો.શક્તિસિંહ જેવો સર્જન થઈને સેવા કરજે.બાકી તો હરિ કરે તે ખરી.💪
      નાના-અંગીયાના ’60’ના દાયકાના ‘શેઠ’ એટલે નારણ કાનજીભાઈ વાઘાણીના પરિવારનો આ ’49’ મો મેમ્બર.મારી ધર્મપત્ની ખુશ્બૂ અને આજ રોજ જન્મ લેનાર પુત્રની જન્મ તારીખ એક જ એટલે 6 મેં.ખૂબ જ આનંદ થયો કેમ ના થાય..?આ અવસર જ અનેરો છે.આપ સૌ મિત્રોનો ખૂબ પ્રેમ મળતો રહે તેમજ ઈષ્ટદેવના આર્શીવાદ સદાયે અમારા પરિવારમાં રહે તેવી આશાઓ અને અપેક્ષાઓ..
       ખૂબ-ખૂબ આભાર ડો.શક્તિસિંહ વાઘેલા સાહેબ સાથે તેમના ધર્મપત્ની ડો.હેમાંગીનીબા વાઘેલા તેમજ નર્સ મેડમ અને દેવાશીષ હોસ્પિટલ સ્ટાફ આપ સર્વેનો હૃદયપૂર્વક હું આભાર માનુ છું..

‘જય હો’

મનોજ વાઘાણી….



23.344950669.2744891
Exit mobile version