Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 106…. અમારી ‘ઓળખાણને’ આઠ વર્ષ અને મારી અર્ધાંગિનીને ‘અઠયાવીસ’ પુરા…

#जिक्र का जंक्शन 106…. અમારી ‘ઓળખાણને’ આઠ વર્ષ અને મારી અર્ધાંગિનીને ‘અઠયાવીસ’ પુરા…😘😎 (જીવનસાથીને જન્મદિવસની શુભેચ્છાઓ..🎂🎂) 6-5-91

      ‘ખુશ્બૂ’નો સ્વભાવ થોડોક મિલિટરી માઈન્ડ જેવો ‘કડક’ રયો.(🇮🇳🤔😥😙) અને હું સ્વભાવે પાકિસ્તાની મિલિટરી જેવો નગઢો રહ્યો..!!જે વારંવાર બોર્ડર ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કરે,એટલે ઇન્ડિયન આર્મીની જેમ મારા ઉપર થોડું-થોડું દરરોજ ફાયરિંગ કર્યા રાખે.😎😁😁🤓🤗પણ પ્લસ પોઇન્ટ એ રહ્યો કે હૃદય એટલું કોમળ.પાછી કેર પણ બહુ કરે હો..!!😍😘ગુસ્સો કોણ કરે..??જેને તમારી ફિકર હોય,જે કદર અને કેર કરે.એજ વ્યક્તિ સેજ ગુસ્સો કરવાના સાચા હકદાર રહયા.હું રહ્યો બેફિકર એટલે ફિકર બહુ કરે.
       પત્નીની સાચી ‘પરક’ એ કહેવાય કે તમારો ખરાબ સમય હોય,ત્યારે સાથ અને સહકાર કેવો આપે છે..!!જ્યારે તમારો સમય મજેદાર ચાલતો હોય,એવા સમયે 2000 માંગેને 10,000 આપો ત્યારેતો બાપા ‘એશ્વર્યા’ એ રાજી થાય.મારી લાઈફ આમતો ઉત્તરાખંડના ઉચ્ચા પહાડી વિસ્તારમાં સર્પાકાર રસ્તા જેવી ઉતાર-ચડાવ ભરી છે.એટલે જીવનમાં સારા સમય કરતા,ખરાબ સમય વધારે ભાગે આવ્યો છે.એટલે કડવા અનુભવમાં ખુશ્બૂ સાક્ષી રહીને,સાથ અને સહકાર આપ્યો છે,અને આપે છે.
નિતનવું જીવનમાં શીખવામાં વ્યસ્ત રહો,મનિયાની જેમ મસ્ત રહો અને બાહુબલી બલી જેવા તંદુરસ્ત રહો તેવી અઢળક આજ રોજ 29માં જન્મ દિવસની શુભેચ્છાઓ અને ઇષ્ટદેવને પ્રાર્થનાઓ..

‘જય હો’

મનોજ વાઘાણી…..



Exit mobile version