Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 105…. સાથ-સંગાથે સપ્તપદીના સાત ફેરાને આજે ‘સાત’ વર્ષ પૂર્ણ….

#जिक्र का जंक्शन 105…. સાથ-સંગાથે સપ્તપદીના સાત ફેરાને આજે ‘સાત’ વર્ષ પૂર્ણ…. (મેં મહિનો એટલે મેરેજ અને એનિવર્સરીનો અવસર) 5-5-2012

         અનેક ખટમીઠાં અનુભવ સાથે આજરોજ 5 મેંના અમે સપ્તપદીના સાતફેરા ફર્યા તેને સાત વર્ષ પૂર્ણ થયા..😍😎સગાઈ સમયે અમુક રાજકારણીઓની જેમ વચનોના પાણા રોરાવ્યાં તા..!! મતલબ તમે મોટા શોપિંગ મોલમાં જાઓ, ત્યાં ‘ten pin Bowling Game રમતા અમુક લોકોને તમે જોયા હશે..? બસ વચનોમાં પણ આવુ જ હોય.!!બોલ હાથ માંથી સ્પિન કરતો છૂટે અને સામે પડેલ 10પિનમાં જેટલી પડી એટલી.એ તો જેના જેવા ભાગ્ય બાપા😃😎😍(જેમને સગાઈ સમયે હવામાં વચનોના ફાયરિંગ કર્યું હશે એ વાંચીને મનમાં ખેલતાએ હશે..!!😜😜😜) જીવનના સારા-નરસા સમયમાં સાથ તો ‘સાણશી’ જેવો આપવો,પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ આપણી પકડ મુકવી નહીં.(આ વાત બંને પક્ષે લાગુ પડે છે😜)
           લગ્ન જીવનની સુંદર મજાની સાતવર્ષની સફળ,અમારી સફરને આપ સૌનો પ્રેમ તેમજ શુભેચ્છાઓ અને ઇષ્ટદેવના આર્શીવાદના પ્રતાપે પસાર કરી,આજે આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.તો આવીજ અફલાતૂન શુભેચ્છાઓ મિત્રો પાઠવવાતા રહેજો…

‘જય હો’

મનોજ વાઘાણી…..



Exit mobile version