Site icon Ek Zalak

#जिक्र का जंक्शन 100…. રિઝલ્ટ પહેલા વિદ્યાર્થીઓ શુ વિચારે..??

#जिक्र का जंक्शन 100…. રિઝલ્ટ પહેલા વિદ્યાર્થીઓ શુ વિચારે..?? ઉપાસના વિદ્યાલયની ટીચર ‘બાલી’ પરની રચના (મારા કાલ્પનિક વિચારોનો દોડાવેલો ઘોડો) સ્ત્રી સ્પેશિયલ શનિવાર -01
એક હોશિયાર વિદ્યાર્થીની કમનસીબી..!!સમય જ્યારે સાથ ના આપે ત્યારે તો જોયાજેવી થાય.એની હોશિયારી એવી કે સમય પર તેની મગજની સ્લેટના શબ્દો ભૂંસાઈ જાય ત્યારે..?મતલબ ઘોડો દશેરાના જ ના દોડે.!!એના પર જ્યારે રિપીટર વિદ્યાર્થીનો ‘સિમ્બોલ’ લાગે ત્યારે જેટલું દુઃખ નાપાસ થવાનું નથી હોતું,એટલું ભાઈબંધ સર્કલ અને ગમતી વ્યક્તિની ‘મેણા’ સાંભળવાથી હતાશા થતી હોય છે.મિત્રો પેપરની પરીક્ષાઓ તો આવશે અને જશે.આપણે તો મન ગમતા ફિલ્ડમાં સક્સેફુલ થવાનું છે,એવો અભિગમ રાખવો. (બાકી જીવનની પરીક્ષા ઓમાં કેવું પ્રદર્શન અને પર્ફોર્મન્સ કરો છો.તેના પરથી ‘પોતાનાઓ’ અને ”પારખાઓની’ પણ નજર હોય છે)
હાલનો તબક્કો,સમય અત્યારે જે રીતે પસાર થાય છે.તેના પર પરીક્ષાઓ આપી બેઠેલ વિદ્યાર્થીઓ દરરોજ પ્રાર્થનામાં પોતાના ટીચરને 100% યાદ કરતા હશે..!!ટીચરને રાજી થવું જોઈએ( કોઈ તમને આજકાલ દુઆમાં યાદ કરે છે) કેમકે હોશિયાર વિદ્યાર્થીઓ એવું વિચારે..!!હે પ્રભુ મારુ પેપર ચેક થાય ત્યારે ટીચરનું ‘મૂડ’ ફ્રેશ રાખજો.તો મારા જેવા ‘ઠોઠડા’ શુ કહે..??ટોટલ મારો તો 35 પણ ના થાય તો..!! એકાદી-બે ‘ફૂદડી’ આપે એવી ઉદારતા આપજો.!!
મતલબ ઉપર જે ‘કાલ્પનિક’ રચના લખી છે.તેમાં ‘રિપીટર’ વિદ્યાર્થીની આજીજી છે.પાસ થવા માટે તે કેવી ભલામણો કરતો હોય છે.રિપીટરના પ્રકારો હોય,જેમાં એકને વાંચવા છતાં યાદ નથી રહેતું.અને બીજો જેમને વાંચવું જ નથી.પ્રયત્ન અને પ્રયાસ જ નથી કરવો તેનો કોઈ ઉપાય નથી.
મને ‘ઉપાસના વિદ્યાલય’ વિથોણ ના બે વર્ષના અનુભવને અંતે મીઠો ઓડકાર આવ્યો છે.મારી દીકરી પ્રસિદ્ધિ (LKG અને UKG)પાયાનું શિક્ષણ,જ્ઞાન તેમને કેવું મેળવ્યું છે.તેના લક્ષણો અમે ઘરે બેઠા માર્ક કરીએ છીએ.તેમની સુંદર રાઇટિંગ,પેઇન્ટિંગ,સોન્ગ પર ડાન્સ એક્ટિંગ સાથે તેમની કમાલની ક્રિએટિવિટી વગેરે.કોઈ વખાણ નથી પણ જે સ્કૂલની અભ્યાસ અને એક્ટિવિટી સારી હોય એ તો 100% બિરદાવવા લાયક જ હોય…
‘બાલી ટીચરને ટીચિંગ સાથે સમાજને મદદરૂપ કેમ થઈ શકાય તેના પ્રયત્ન કરે છે,તેમજ રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે પણ સંકળાયેલી છે.પોતાને નવું શીખવવું અને વિદ્યાર્થીઓને નવું શીખેલું પીરસવું ખૂબ ગમે છે.પોતાને સિગિંગ,ડાન્સિંગ સાથે ફોટોગ્રાફીનો પણ જભરો શોખ છે.તે અવારનવાર બસમાં ટ્રાવેલિંગ દરમિયાન નાના-નાના ટાબરીયાના સુંદર પોઝ સાથે લાજવાબ ફોટો ‘ક્લિક’ કરે.પ્રસિધ્ધિના પણ એન્ટીક ફોટો જેમને ફોટો ફ્રેમમાં મઢાવવી એવા ક્લિક કરેલા છે.મારી દીકરી પાછળની તેમની કરેલી નિસ્વાર્થ મહેનતને મને થયું,હું પણ એક ”બાલી” શબ્દ પર રચના કરીને થોડુંઘણું ઋણ ઉતારું..તો અનાયશે બેઠે-બેઠે એક ટીચર પરનું થોડુંક મારુ ઓબ્ઝર્વેશન અને વિદ્યાર્થીઓની ચહલ-પહલ પરથી મેં ‘કાલ્પનિક વિચારો’ના ઘોડા દોડાવીને રચના લખી છે.ટાઇમના અભાવ ને કારણે થોડા વિચારો રજૂ થયા,પણ બાલીના ટેલેન્ટ વિશે ઘણુંબધું લખી શકાય એ લખીશું ફરી ક્યારેક..
રચના સારી લાગેતો શેર કરજો અને હા ઉપાસના વિદ્યાલય વિથોણમાં એક વખત અવશ્ય સ્કૂલ વિઝિટ કરો.સરસ લાગે તો સૌને કહેજો કેમકે વહેલા તે પહેલા.નવા એડમિશન ચાલુ થઈ ગયેલા છે..
‘જય હો’
✍મનોજ વાઘાણી….

——————————-



23.34313969.2668937
Exit mobile version